ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat lumpy vaccine: લંપી વાઈરસની રસીને લઈને સોમનાથ ટ્રસ્ટે કરી આગવી પહેલ - somnath trust chairman pm modi

સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગિર સોમનાથ વિસ્તારનમાં લંપી વાઈરસ વધુ ન ફેલાય તેને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આગવી પહેલ કરવામાં આવી છે. જિલ્લાના દુધાળા અને ખાસ કરીને ગૌવંશના 60 હજાર જેટલા પશુઓને લંપી વાયરસ સામે રક્ષણ આપતી રસીની જવાબદારી (Gujarat lumpy vaccine) સોમનાથ ટ્રસ્ટે સ્વીકારી છે.

Gujarat lumpy vaccine: લંપી વાઈરસની રસીને લઈને સોમનાથ ટ્રસ્ટે કરી આગવી પહેલ
Gujarat lumpy vaccine: લંપી વાઈરસની રસીને લઈને સોમનાથ ટ્રસ્ટે કરી આગવી પહેલ

By

Published : Jul 29, 2022, 10:34 PM IST

સોમનાથ:સમગ્ર રાજ્યમાં લંપી વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે, દ્વારકાથી શરૂ થયેલો અને ખાસ કરીને ગાય કુળના દુધાળા પશુઓમાં ચામડીના ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા લંપી વાઈરસે સમગ્ર રાજ્યમાં ચિંતા ઉપજાવી છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગિર સોમનાથ વિસ્તારનમાં લંપી વાઈરસ વધુ ન ફેલાય તેને લઈને સોમનાથ ટ્રસ્ટ (somnath trust lumpy virus vaccine) દ્વારા આગવી પહેલ કરવામાં આવી છે.

લંપી વાઈરસની રસીને લઈને સોમનાથ ટ્રસ્ટે કરી આગવી પહેલ

આ પણ વાંચોઃસૌથી મોટી કિડની સર્જરી: એક ખેડૂત પર સફળ સર્જરી કરી કાઢી એક કિલો વજનની પથરી

જિલ્લાના દુધાળા અને ખાસ કરીને ગૌવંશના 60 હજાર જેટલા પશુઓને લંપી વાયરસ સામે રક્ષણ આપતી રસીની (Gujarat lumpy vaccine) જવાબદારી સોમનાથ ટ્રસ્ટે સ્વીકારી છે. ટ્રસ્ટના ચેરમેન (somnath trust chairman pm modi) નરેન્દ્ર મોદીની સૂચનાથી 60 હજાર રસીના ડોઝની રકમ જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવી હતી. આ અનુદાનિત રકમમાંથી જિલ્લાના તમામ 60 હજાર જેટલા દુધાળા પશુઓ અને ખાસ કરીને ગૌવંશના પશુઓને લંપી વાઈરસ સામે સુરક્ષિત કરવામાં આવશે.

ગૌવંશના 60 હજાર જેટલા પશુઓને લંપી વાયરસ સામે રક્ષણ

આ પણ વાંચોઃપ્લેટફોર્મ પર ઊલટા લટકાવ્યા, વૃદ્ધને નિર્દયતાથી લાતો અને મુઠ્ઠીઓથી માર

સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામ કરી રહ્યા છે, ત્યારે જિલ્લામાં લંપી વાઇરસનો ખતરો આગળ ન વધે તેમ જ દુધાળા પશુઓમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલો આ વાઇરસ સમય રહેતા જિલ્લાના 60 હજાર કરતાં વધુ ગૌવંશના પશુઓને રક્ષણ પૂરું પાડે તે માટે 60,000 જેટલી રસીના નિર્માણ પાછળ થનાર ખર્ચની રકમ આજે સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા કલેક્ટરને અર્પણ કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details