- સોમનાથ મહાદેવને ત્રીજા સોમવારે કરાયો 1 લાખ રૂદ્રાક્ષનો શણગાર
- સોમનાથ મંદિરના પૂજારીઓએ સ્વયં મહાદેવને કર્યો રૂદ્રાક્ષનો શણગાર
- 30 હજાર કરતાં વધુ ભાવિકોએ રુદ્રાક્ષ શણગારના કર્યા
જૂનાગઢ- પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવને ગઇ કાલે એક લાખ રૂદ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો. દેવાધિદેવ મહાદેવ પર કરવામાં આવેલા એક લાખ રુદ્રાક્ષના શણગાર બાદ સોમનાથ મહાદેવ ખૂબ જ દર્શનીય લાગતા હતા, ત્યારે ગઇ કાલે સોમનાથ પધારેલા 30 હજાર કરતાં વધુ શિવભક્તોએ દેવાધિદેવ મહાદેવ પર થયેલા એક લાખ રુદ્રાક્ષના શણગારના પ્રત્યક્ષ દર્શન કરીને પોતાની જાતને ધન્ય બનાવી હતી.
આ પણ વાંચો- મોટી સંખ્યામાં શિવભક્તો બર્ફાની બાબાના દર્શન માટે ડુંગરેશ્વેર મહાદેવ પહોંચ્યા
રૂદ્રાક્ષના 1લાખ પારા મહાદેવને શણગાર રૂપે અર્પણ કરાયા
રૂદ્રાક્ષના 1લાખ પારા સ્વયંમ સોમનાથ મહાદેવના પૂજારીઓ દ્વારા મહાદેવને શણગાર રૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. રૂદ્રાક્ષના શણગાર બાદ સોમનાથ મહાદેવ સાક્ષાત દેવ તરીકે દીપી રહ્યા હોવાનો સાક્ષાત્કાર શિવ ભક્તોને થયો હતો.