- કવિ દાદનને વર્ષ 2021નો સાહિત્ય ક્ષેત્રનો પદ્મશ્રી એવોર્ડ મળ્યો
- "કાળજા કેરો કટકો મારે ગાંઠથી છૂટી ગયો" તેમની લોકપ્રિય રચના
- કુંવરબાઇનું મામેરુ યોજના પણ તેમની રચનાથી પ્રેરણા લઇને બનાવાઇ
જૂનાગઢ : વાત આજથી 45 વર્ષ પૂર્વેની છે. જ્યારે જૂનાગઢ જિલ્લો અખંડ જોવા મળતો હતો. જેમાં ગાંધીભૂમિ પોરબંદરથી લઈને સોમનાથ મહાદેવની ભૂમિ પ્રભાસ પાટણ સમાયેલું હતું. હિરણ કાંઠાના નાના એવા ગામ ઈશ્વરિયામાં કવિ દાદુદાનના મિત્ર જેઠાભાઇ ચામડાને ત્યાં પુત્રીના લગ્ન પ્રસંગનો શુભ અવસર હતો. મિત્રની દીકરીના લગ્ન સમયે કવિ દાદુદાન હાજર હતા. દીકરીને વળાવતી વખતે મિત્ર જેઠાભાઈ ચાવડાની આંખોમાં આંસુઓનો મહાસાગર હતો. તે કવિ દાદુદાનએ પોતાની આંખોએ નિહાળ્યો હતો. કવિ હ્રદય દાદુદાન પ્રસંગને અનુરૂપ તેમના મિત્રની આંખમાં જે આંસુઓનો મહાસાગર હતો, તેનું મર્મ સમજી ગયા. થોડા સમય બાદ કવિ દાદની કલમ ચાલવા લાગી અને શબ્દો નીકળ્યા. "કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો." મિત્રની આંખોમાં દેખાયેલો આંસુઓનો મહાસાગર ગુજરાતી સાહિત્ય જગતને શ્રેષ્ઠ કહી શકાય તેવું સાહિત્યનું સર્જન કવિ દાદની કલમે આપતો ગયો.
મિત્રની દીકરીની વિદાયમાં મિત્રના આંખમાં આંસુ જોઇને શ્રેષ્ઠ કવિતાનું સર્જન કરી દીધું કવિ દાદુદાન રચનાથી પ્રરણા લઇને કુંવરબાઇના મામેરા યોજનાની શરુઆત
થોડા વર્ષો પહેલા રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ સાથે પણ કવિ દાદને લીમડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સાથે જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે મળવાનું થયું હતું. આ સમયે મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે કવિ દાદને તેમની રચના રૂપી રાજ્ય સરકાર તરફથી દીકરીઓને કુંવરબાઇના મામેરાની યોજના શરૂ કરી રહી છે અને રાજ્ય સરકારને આ યોજના શરૂ કરવાની પ્રેરણા તેમની રચના કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો તેમાંથી મળી છે. તે વાત કવિ દાદુદાન સાથે તત્કાલિન મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ કરી હતી. ત્યારથી ગુજરાતમાં કુંવરબાઈનું મામેરું યોજના અમલમાં આવી કવિ દાદની કલમ સાહિત્ય સીમા ઓળંગીને રાજકીય ગલીયારાઓમાં પણ જેતે સમયે ખૂબ મહત્વ રાખતી હતી. જેનો સ્પષ્ટ ઉદાહરણ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે કુંવરબાઇના મામેરા યોજનાની શરૂઆત કરવાની સાથે કરી હતી.
કવિ દાદુદાન રચનાથી પ્રરણા લઇને કુંવરબાઇના મામેરા યોજનાની શરુઆત કવિ દાદના દાદા નવાબના રાજ કવિ હતા
કવિ દાદનો જન્મ પ્રભાસ ક્ષેત્રના ગીર વિસ્તારમાં આવેલી હિરણ નદીના કાંઠા ગામ ઈશ્વરીયામાં થયો હતો. કવિ દાદના દાદા નવાબના રાજ કવિ હતા. એવું કહી શકાય કે, કવિ દાદને સાહિત્યનો ઘૂંટડો તેમના બાલ્યકાળમાંથી મળતો આવ્યો હતો. સાહિત્યની સરવાણી આજે પદ્મશ્રી સુધી પહોંચી ગઈ છે. આજે ગર્વ સાથે એવું કહી શકાય કે, નાનું એવું ઈશ્વરયા ગામ આજે પદ્મશ્રી કવિ દાદુદાનના નામથી વધુ ઉજ્જવળ બની રહ્યું છે.
કવિ દાદના દાદા નવાબના રાજ કવિ હતા નાનપણમાં દુહા અને છંદનું વાતાવરણ ઘરમાં જ મળતું
ચારણ ઘરમાં દુહા અને છંદ સારા પ્રસંગોમાં પરંપરાના ભાગરૂપે આજે પણ સંભળાય છે. નાનપણમાં દુહા અને છંદનું વાતાવરણ ઘરમાં જ મળતું હતું. કવિ દાદુદાન માટે તે સાહિત્યનો ઉત્તમ ખોરાક સાબિત થયો અને ત્યારથી કવિ દાદુદાન પ્રતાપદાન મિશળે લખવાની શરૂઆત કરી.
નાનપણમાં દુહા અને છંદનું વાતાવરણ ઘરમાં જ મળતું તું કોઈ મોટા ગજાનો કવિ થઈશ - દાદુદાનના દાદીના આશીર્વાદ
વર્ષો પહેલા કવિ દાદુદાનના દાદી મનુબા યુવાન દાદુદાનને મોગલમાનો છંદ ગાતા સાંભળ્યા હતા. ત્યારે દાદીના આશીર્વાદ કંઇક આ મુજબ હતા, "તું કોઈ મોટા ગજાનો કવિ થઈશ." આવા આશીર્વાદ આજે કવિ દાદુદાન પ્રતાપદાનને પદ્મશ્રી સુધી પહોંચાડી ગયા. હિરણ કાંઠાના ઈશ્વરયા ગામના વતની કવિ દાદાને હિરણના ત્રણેય પહોરના વર્ણનો પોતાની રચનામાં લખ્યા છે. તેમની એક લોક હૈયેને હોઠે ગવાતી કવિતા એટલે "હિરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી" આજે પણ લોકોને સાહિત્યની ઊંડાઈ અને શબ્દોનું સર્જન શું હોઈ શકે તેનાથી રૂબરૂ કરાવી જાય છે. કવિ દાદુદાનએ આ સિવાય પણ લોક હૈયે અને હોઠે ખૂબ જ પ્રચલિત થયેલી અનેક રચનાઓને પોતાની કલમથી જન્મ આપ્યો છે. "ઘડવૈયા મારે ઠાકોરજી નથી" થવું તેમની વધુ એક સાહિત્યની ઉમદા રચના છે, ને ગુજરાતી ચલચિત્રમાં પણ સ્થાન મળ્યું છે.
તું કોઈ મોટા ગજાનો કવિ થઈશ-દાદુદાનના દાદીના આશીર્વાદ નાનપણમાં જ સાહિત્યનો ખોરાક મળ્યો હોય તે સાહિત્યનું સર્જન કર્યા વગર કેમ રહી શકે?
મૂળ પ્રભાસ ક્ષેત્ર નજીક હિરણ કાંઠાના ઈશ્વરિયા ગામના વતની દાદુદાન પ્રતાપદાન મિશળ ત્યારબાદ પડધરીના જુનાશા ગામે કેટલોક સમય વિતાવ્યા બાદ વર્ષ 1994થી કવિ દાદુદાન તેમના સમગ્ર પરિવાર સાથે જૂનાગઢમાં નિવાસ કરી રહ્યા છે. 84 વર્ષની જૈફ વયે પહોંચેલા કવિ દાદુદાન આજે પણ પોતાના સાહિત્યની સફરનું ખેડાણ કલમથી કરી રહ્યા છે. જેને નાનપણમાં જ સાહિત્યનો ખોરાક મળ્યો હોય, તે વ્યક્તિ સાહિત્યનું સર્જન કર્યા વગર કેમ રહી શકે ? તે સવાલ આજે કવિ દાદુદાન અને તેમની રચનાઓ કરતાં જોઈને ચોક્કસપણે થઈ શકે. જૂનાગઢ આવતાની સાથે જ કવિ દાદની કલમ ગિરનારને જોઈને ફરી એક વખત ચાલતી થઈ "અડીખમ આજ ઉભો ગિરનાર જાગતો ઉભો હિંદનો ચોકીદાર" કવિ દાદે ગિરનારને સંબંધીને લખેલી તેમની આ પ્રથમ રચના છે.
નાનપણમાં જ સાહિત્યનો ખોરાક મળ્યો હોય તે સાહિત્યનું સર્જન કર્યા વગર કેમ રહી શકે? લક્ષ્મણાયાન પણ કવિ દાદે લખ્યું છે
કવિ દાદે લક્ષ્મણ અને ઉર્મિલાના પાત્રોને કેન્દ્ર બિંદુ સમાન રાખીને લક્ષ્મણાયાન પણ લખ્યું છે. કૃષ્ણ છંદાવલી રામનામ બારાક્ષરી જેવી કૃતિનું સર્જન પણ કવિ દાદની કલમે થઈ ચૂક્યું છે. કવિ દાદની સાહિત્ય સફરને ધ્યાને રાખીને તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર હેમુ ગઢવી એવોર્ડ ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર સહિત અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળી ચૂક્યા છે. સોનેરી પીછું કહી શકાય તેવો પદ્મશ્રીનો એવોર્ડ પણ કવિ દાદુદાનને મળી ચૂક્યો છે. કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો આ કવિતાને સર્વોત્તમ ગુજરાતી ફિલ્મનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. આ સિવાય કવિ દાદે ભગત ગોરા કુંભાર, માનવીની ભવાઈ, રા નવઘણ સહિત 15 જેટલી ગુજરાતી ચલચિત્રો માટે તેમને ગીતો આપ્યા છે.
લક્ષ્મણાયાન પણ કવિ દાદે લખ્યું છે નર્મદા અને સાબરમતીને મિલનના રૂપમાં સાહિત્યની રચના કરી હતી
રાજ્ય સરકાર નર્મદાના નીરના સાબરમતીમાં રિવરફ્રન્ટ ખાતે જે વધામણા કર્યા હતા. પહેલા પણ કવિ દાદે સાહિત્યની કલમે નર્મદા અને સાબરમતીને મિલનના રૂપમાં સાહિત્યની રચના કરી હતી. "નર્મદા હાલી ઉતાવળી થઈ, મળવા સાબરમતીને જઈ" આ રચના બાદ રાજ્ય સરકારે સાબરમતીના રિવરફ્રન્ટમાં નર્મદા નદીના પાણીના વધામણાનો કાર્યક્રમ પણ સંપન્ન કર્યો હતો. વધુમાં, કવિ દાદે તેમના સર્જન થકી 111 ગાંધી દુહાની પણ રચના કરી છે. પ્રખર રામાયણ કથાકાર મોરારીબાપુ દાદને હુલામણા દાદલ નામથી જાહેરમાં આજે પણ સંબોધન કરે છે.