- કતલખાના બંધ કરવાનો આદેશ 2009માં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જાહેર કર્યો હતો
- જુનાગઢ મનપા વિસ્તારમાં હાલ એક પણ કતલખાનું ચાલું નહીં
- 2009 પૂર્વે જુનાગઢ શહેરમાં 2 કતલખાના કાર્યરત હતા
જુનાગઢ: વર્ષ 2009માં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Gujarat Pollution Control Board)ની કચેરી દ્વારા જુનાગઢ મનપા વિસ્તાર (Junagadh Municipal Corporation)માં આવેલા કતલખાના (Slaughterhouse) બંધ કરવાનો આદેશ કર્યો હતો, તે મુજબ જુનાગઢ મહાનગરપાલિકા હસ્તકના 2 કતલખાના વર્ષ 2009થી બંધ કરવામાં આવ્યા છે. Etv ભારતે જુનાગઢ મનપાના ટેક્સ ઓફિસર (Junagadh Municipal Corporation Tax Officer) ભાવેશ ભોયા સાથે વાત કરી હતી, જેમાં તેમણે મનપા હાલ એક પણ પ્રકારના કતલખાનાનું સંચાલન જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં કરતી નથી તે વાતની સ્પષ્ટતા કરી હતી.
2009માં કતલખાના બંધ કરવાનો નિર્ણય
Etv ભારતે જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં કતલખાના અને દરરોજ કેટલા પશુ કતલખાને આવી રહ્યા છે તે અંગે રિયાલિટી ચેક (Reality Check) કર્યું હતું, જેમાં જુનાગઢ શહેરની વિગતો બહાર આવી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વર્ષ 2009માં કોર્પોરેશન વિસ્તાર (Corporation Area)માં આવેલા કતલખાનાને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, તે મુજબ વર્ષ 2009થી જુનાગઢ મનપા વિસ્તારમાં આવેલા 2 કતલખાના સત્તાધીશોએ બંધ કર્યા છે અને હાલ જુનાગઢ મનપા વિસ્તારમાં એક પણ કતલખાનુ કાર્યરત નહીં હોવાનું બહાર આવ્યું છે.
અત્યારે જુનાગઢ મનપા વિસ્તારમાં એકપણ કતલખાનું નહીં
વર્ષ 2009 પૂર્વે જુનાગઢ મનપા વિસ્તારમાં 2 કતલખાના ચાલી રહ્યા હતા, પરંતુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તેને બંધ કરવાનો આદેશ કરતા 2009થી જુનાગઢ મનપા વિસ્તારમાં એકપણ કતલખાનું કાર્યરત જોવા મળતું નથી.