- પિતૃતર્પણ માટેનાં શ્રાદ્ધ પર્વનો પ્રારંભ થયો છે, આજે ત્રિજનું શ્રાદ્ધ છે
- શ્રાદ્ધ પક્ષમાં શા માટે કાગડાઓને જ કાગવાસ નાખવાની ધાર્મિક પરંપરા જોવા મળે છે
- શ્રાદ્ધ પર્વમાં ઈન્દ્રના પૂત્ર જયંતને કાગડા તરીકે પૂજવવાની છે વિશેષ પરંપરા
જૂનાગઢઃ શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ચૂકી છે. હિન્દુ ધર્મગ્રંથોમાં પણ શ્રાદ્ધ પક્ષને ખૂબ જ મહત્ત્વનું અને પરોપકારી પર્વ તરીકે માનવામાં આવે છે. આ 16 દિવસ દરમિયાન દરેક વ્યક્તિ પોતાના પિતૃઓનું તર્પણ થાય તે માટે કાગવાસ નાખતા હોય છે. તો કાગવાસ કાગડાઓને જ શા માટે નાખવામાં આવે છે. તે વિશે આજે અમે આપના માટે લઈને આવ્યા છીએ. શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓને કાગવાસ એટલે નાખવામાં આવે છે. કારણ કે, કાગડા એ ઈન્દ્રના પુત્ર છે.
આ 16 દિવસ દરમિયાન કાગવાસ નાખવાની પરંપરા
શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે ત્રિજુ એટલે કે ત્રિજનું શ્રાદ્ધ છે. દરેક વ્યક્તિ પોતાના પિતૃઓનું તર્પણ થાય અને તેમના આત્માને મુક્તિ મળે તે માટે શ્રાદ્ધ પક્ષમાં પિતૃતર્પણ કરતા હોય છે. આ 16 દિવસ સુધી કાગડાઓને કાગવાસ નાખવાની પ્રાચીન પરંપરા છે, જે આપણા ઋષિ-મુનિઓએ શરૂ કરી હતી. આજે સદીઓ પછી પણ અવિરતપણે જોવા મળે છે. શા માટે આ 16 દિવસોમાં શ્રાદ્ધ નાખવા કાગડાઓની જરૂર પડે છે. શા માટે કાગડાઓને જ કાગવાસ નાખવામાં આવે છે. અન્ય કોઈ પશુ-પક્ષીઓને શા માટે નહીં. તેની પાછળ પણ એક પરોપકાર અને ધાર્મિકતાનો શ્રેષ્ઠ વિચાર જોડાયેલો છે.