- ડો.ભીમરાવ આંબેડકરની 130મી જન્મજંયતિની ઉજવણી
- જૂનાગઢના સામાજિક કાર્યકર અને દલિત સમાજ દ્વારા કરવામાં આવી ઉજવણી
- કોરોનાકાળમાં સાદાઈથી કરવામાં આવી ઉજવણી
જૂનાગઢ: આજે બુધવારે ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમ રાવ આંબેડકરની 130મી જન્મ જયંતી ઉજવવામાં આવી રહી છે. જૂનાગઢમાં કાળવા ચોકમાં આવેલી ડોક્ટર આંબેડકરની પ્રતિમાને શહેરના શ્રેષ્ઠીઓ નાગરિકો અને રાજકીય પક્ષના કાર્યકરોએ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને આજે તેમના 130માં જન્મ દિવસે તેમને યાદ કર્યા હતા અને ડોક્ટર આંબેડકરની દેશસેવાથી લઈને આઝાદીની લડાઈમાં તેમનુ જે યોગદાન છે. તે આજના દિવસે વાગોળીને પ્રત્યેક વ્યક્તિએ ડોક્ટર આંબેડકરની 130મી જન્મ જયંતીની શોહાર્દ શાંતિ અને ભાઈચારાના વાતાવરણની વચ્ચે ઉજવી હતી.
આ પણ વાંચો :જૂનાગઢમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા
કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ઉજવણી મર્યાદિત કરાઈ
કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય સરકારે તમામ પ્રકારની ધાર્મિક અને સામાજિક ઉજવણી અને મર્યાદિત કરવી અથવા બંધ રાખવી તેવો નિર્દેશ કર્યો છે ત્યારે આજે સરકારની તમામ ગાઈડલાઈનને ધ્યાને રાખીને આજની ઉજવણી બિલકુલ સાદાઈથી કરવામાં આવી હતી. દર વર્ષે આંબેડકર જયંતિના પ્રસંગે જૂનાગઢમાં ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી થતી હોય છે. દલિત સમાજની સાથે અન્ય સમાજના લોકો પણ સાથે જોડાઈને આંબેડકરની જન્મ જયંતીની એક રેલીનું આયોજન પણ કરતા હોય છે. આ રેલી જૂનાગઢ શહેરમાં ફરીને ડો.આંબેડકરની પ્રતિમા પાસે પૂર્ણ થતી હોય છે ,પરંતુ આજે કોરોના સંક્રમણની તમામ તકેદારી અને ધ્યાને રાખીને માત્ર આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવા સિવાયના તમામ કાર્યક્રમો આજે રદ કરીને ડોક્ટર આંબેડકરની જન્મજયંતી સાદાઈથી ઉજવણી કરાઇ રહી છે