જૂનાગઢ શ્રી હરિ કૃષ્ણના જન્મોત્સવને (Krishna Janmashtami 2022) લઈને ભક્તોમાં ખાસ અને વિશેષ પ્રકારના પ્રસાદનું વિતરણ કરવાની ધાર્મિક માન્યતા છે. આ પ્રસાદને પંજરી (Panjari Prasad) તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણનો આ પ્રસાદ અનોખો જોવા મળે છે. હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં તમામ દેવી દેવતાઓને ફળ ફ્રુટ અને શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવેલો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ માટે આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ એવા ઔષધો અને કાચા પદાર્થોમાંથી પ્રસાદ બનાવવામાં આવે છે. જેને સનાતન હિંદુ ધર્મમાં પંજરીના પ્રસાદ તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચોદેશભરમાં ઉજવાઈ રહી છે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો આજના શુભ મુહૂર્તો વિશે
હરિભક્તોને આપવામાં આવશે પંજાજરીનો પ્રસાદસનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ભગવાન શ્રીકૃષ્ણને અનોખા દેવ તરીકે પણ પૂજવામાં આવે છે. કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા પ્રત્યેક ભાવિકોમાં આજે પણ અનન્ય જોવા મળે છે. જે રીતે ભગવાન શ્રીકૃષ્ણ અનોખા દેવ તરીકે સનાતન હિન્દુ ધર્મમાં પૂજાય રહ્યા છે તેવી જ રીતે તેમને ધરવામાં આવતો પ્રસાદ પણ અનોખા પ્રસાદ તરીકે હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં પ્રચલિત છે. જન્માષ્ટમીના દિવસે મધ્યરાત્રિના સમયે શ્રી હરિ કૃષ્ણના જન્મ થયા બાદ પ્રત્યેક હરિભક્તને પંજાજરીનો પ્રસાદ અર્પણ કરવામાં આવતો હોય છે. આ પ્રસાદ કાચા અને આયુર્વેદની દ્રષ્ટિએ આરોગ્ય માટે ગુણકારી તમામ વસ્તુઓને નૈસર્ગિક રીતે મેળવીને બનાવવામાં આવે છે. પંજરી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. જેને કૃષ્ણ જન્મોત્સવ બાદ પ્રત્યેક ભાવિકોને પ્રસાદ તરીકે વિતરણ કરવાની સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં પરંપરા ચાલતી આવે છે.