જૂનાગઢઃ સનાતન હિંદુ ધર્મ (sanatan dharma ) સંસ્કૃતિના પ્રહર પૂજાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે હાલ પવિત્ર શ્રાવણ (Shravan 2022 ) માસ ચાલી રહ્યો છે. શિવને સમર્પિત એવા શ્રાવણ માસ દરમિયાન ચાર પ્રહરની ભોળાનાથની પૂજા કરવાથી દરેક ભક્તોને મનવાંછિત ફળ મળતું હોવાની (importance of four prahar pooja) ધાર્મિક માન્યતા સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં જોવા મળે છે. જે અનુસાર પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો મહાદેવની ચાર પ્રહરની પૂજામાં (four prahar pooja in sanatan dharma)શામેલ થઈને દેવાધિદેવ મહાદેવની કૃપા તેમના સમગ્ર પરિવાર પર જળવાઈ રહે તેવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીને ચાર પ્રહરની પૂજા અર્પણ કરે છે.
ચાર પ્રહરની ભોળાનાથની પૂજા કરવાથી દરેક ભક્તોને મનવાંછિત ફળ મળતું હોવાની ધાર્મિક માન્યતા ચાર પ્રહરની પૂજાનું શ્રાવણ મહિનામાં છે વિશેષ ધાર્મિક મહત્વઃ હાલ પવિત્ર શ્રાવણ (Shravan 2022 )માસ ચાલી રહ્યો છે સમગ્ર માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવની પૂજા પ્રત્યેક શિવ ભક્ત પોતાની શક્તિ અને ભક્તિ મુજબ કરતો જોવા મળી રહ્યો છે જે આગામી અમાસ સુધી જોવા મળશે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન થતી શિવની પૂજાને વિશેષ ફળદાઇ માનવામાં આવે છે. પરંતુ શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવની ચાર પ્રહરની પૂજા (four prahar pooja in sanatan dharma)કોઈપણ શિવભક્ત દ્વારા કરવામાં આવે તો તેનાથી પ્રત્યેક શિવ ભક્તોને મનવાંછિત ફળ (importance of four prahar pooja) મળતું હોય છે.
આ પણ વાંચોઃ Adi Sankaracharya Jayanti: સનાતન ધર્મના સ્થાપક આદી જગતગુરુ શંકરાચાર્યની આજે છે જયંતી
પંચાંગ અનુસાર સનાતન ધર્મની તિથિઓઃસનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિ મુજબ રચવામાં આવેલા પંચાંગ અનુસાર સનાતન ધર્મની (sanatan dharma )તિથિઓ નક્કી થતી હોય છે તે મુજબ બે ચોઘડિયા મળીને એક પ્રહર બને છે. દિવસ દરમિયાન આવા ચાર પ્રહર આવતા હોય છે. તેમાં ભગવાન ભોળાનાથની પૂજા (four prahar pooja in sanatan dharma)કરવાથી વિશેષ લાભ અને પુણ્યશાળી ફળ મળતું હોવાની ધાર્મિક માન્યતા આજે પણ જોવા મળે છે.
આ પણ વાંચોઃ રામ અને કૃષ્ણની યુદ્ધ નીતિનો શું હતો ભેદ ?
ચાર પ્રહરની સાથે ચાર પુરુષાર્થ અને ચાર પ્રકારની પૂજાઃસનાતન હિંદુ પંચાગમાં જે પ્રકારે ચાર પ્રહરનું મહત્વ છે તેવી જ રીતે ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ તેમજ ચાર પૂજા શોળશોપચાર પૂજા પંચામૃત પૂજા પંચોપચાર પૂજા અને રાજોપચાર પૂજા સનાતન હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વની (importance of four prahar pooja) માનવામાં આવે છે. સનાતન હિંદુ ધર્મમાં પંચામૃતને અમૃત તરીકે ઓળખવામાં આવે છે. પ્રહાર દરમિયાન ભગવાન ભોળાનાથની પૂજા પંચામૃત દ્વારા કરવામાં આવે તો દેવાધિદેવ મહાદેવની પૂજા કરનાર વ્યક્તિ પર ભોળાનાથની કૃપા સદાય જોવા મળે છે તેવી ધાર્મિક માન્યતા આપણા સનાતન હિંદુ ધર્મ (sanatan dharma )સાથે સંકળાયેલા ધર્મગ્રંથો અને શિવ પુરાણોમાં પણ જોવા મળે છે. સનાતન હિંદુ ધર્મમાં પ્રહરની સાથે ચાર પ્રકારના પુરુષાર્થ અને તેવી જ રીતે ચાર પ્રકારની પૂજાને (four prahar pooja in sanatan dharma)સર્વોત્તમ માનવામાં આવી છે. શ્રાવણ માસમાં (Shravan 2022 )શિવ ભક્તો ચાર પ્રહરની પૂજામાં જોડાઈને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરતા હોય છે.
વિશેષ લાભ અને પુણ્યશાળી ફળ મળતું હોવાની ધાર્મિક માન્યતા કૃષ્ણ પક્ષમાં આવતી શિવરાત્રીની પૂજાનું પણ છે ખૂબ ધાર્મિક મહત્વઃહિન્દુ પંચાંગમાં કૃષ્ણ પક્ષની તેરસે આવતી શિવરાત્રીની પૂજાનું પણ ખૂબ ધાર્મિક મહત્વ (importance of four prahar pooja) છે. તેરસની શિવરાત્રી દેવાધિદેવ મહાદેવની પૂજા કરવાથી પ્રત્યેક શિવ ભક્તના કષ્ટ અને પીડાનું હરણ ખુદ દેવાધિદેવ મહાદેવ દ્વારા કરવામાં આવતુ હોય છે તેવી ધાર્મિક માન્યતા આજે પણ જોવા મળે છે. પ્રહરનો અર્થ જ દુઃખ હરનારા એવું થાય છે. દેવાધિદેવ મહાદેવ પોતે દુઃખ અને પીડા હરતા દેવ તરીકે પણ સનાતન હિંદુ ધર્મમાં (sanatan dharma ) પૂજાતા આવ્યા છે. શિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન મહાદેવની પ્રહર પૂજા (four prahar pooja in sanatan dharma) કરવામાં આવે તેવી માન્યતા આજે પણ ધાર્મિક આસ્થા સાથે જોવા મળે છે અને પૂજામાં સામેલ પ્રત્યેક વ્યક્તિ અને પરિવારના કષ્ટોનું નિવારણ ભગવાન ભોળાનાથ સ્વયં કરતા હોય છે. ત્યારે શ્રાવણ માસ (Shravan 2022 ) દરમિયાન યોજાતી પ્રહર પૂજામાં શિવ ભક્તો જોડાઈને મહાદેવની પરમ કૃપા તેમના અને તેમના પરિવાર પર સતત જળવાઈ રહે તેવી પ્રાર્થના કરીને પ્રહર પૂજા કરતા જોવા મળી રહ્યા છે.