- જૂનાગઢના 85 વર્ષીય ભાનુબેન પટેલ (Bhanuben Patel) મહિલાઓ માટે બન્યા આદર્શ દ્રષ્ટાંત
- ભાનુબેન પટેલ (Bhanuben Patel) વર્ષ 1976થી મહિલાઓને શિક્ષિત બનાવવા માટે કરી રહ્યા છે કામ
- દરેક માતાપિતા પોતાની બાળકીને શિક્ષિત કરે તેવી આપી રહ્યા છે શીખામણ
જૂનાગઢઃ નવરાત્રિનો આજે છેલ્લો (નવમો) દિવસ છે. નવરાત્રિ દરમિયાન શક્તિની આરાધના અને ઉપાસના કરવાનું વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિના નવ દિવસ શક્તિને અર્પણ કરવામાં આવ્યા છે ત્યારે જૂનાગઢમાં રહેતા 82 વર્ષીય ભાનુબેન પટેલ પણ મહિલા સશક્તિકરણનું આગવું અને અનોખુ દ્રષ્ટાંત પૂરું પાડી રહ્યાં છે. વર્ષ 1876થી જૂનાગઢને કર્મભૂમિ બનાવનારા ભાનુબેન પટેલ મહિલા સશક્તિકરણ (Women Empowerment) અને મહિલા સાક્ષરતાને (Women's literacy) અગ્રીમતા આપી રહ્યા છે. ભાનુબેન પટેલ (Bhanuben Patel) નવરાત્રિમાં મહિલાઓ પોતાની જાતને સબળ બનાવી દરેક મુશ્કેલીનો સામનો કરી શકે તે રીતે સમાજમાં આગળ આવીને પોતાને સર્વોત્તમ સાબિત કરે તેવી શીખામણ આપી રહ્યાં છે. તો આવો જાણીએ ભાનુબેન પટેલના અનુભવ અંગે.
પ્રશ્નઃ આધુનિક સમયમાં મહિલા સશક્તિકરણને કઈ રીતે જુઓ છો?
જવાબઃ વર્તમાન સમયમાં દરેક માતાપિતા બાળપણથી જ પોતાની દિકરીને શિક્ષણ અને ખાસ કરીને એવું શિક્ષણ આપે કે, જે બે કૂળ અને પરિવારને તારી શકે. આવું શિક્ષણ દિકરીઓને મળે તેની હું હિમાયત કરું છું. આધુનિક સમયમાં કોઈ પણ દિકરી શિક્ષણ વગર રહી ન જાય તે જોવાની ફરજ પ્રત્યેક માતાપિતાની છે. જો દિકરી નિરક્ષર કે અશિક્ષિત રહી જાય તો તેને તેના જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જીવનની તમામ મુશ્કેલી અને સમસ્યામાંથી એક માત્ર શિક્ષણ જ બહાર લાવી શકે છે અથવા તો તેનો માર્ગ બતાવી શકે છે. એટલે દરેક માતાપિતાએ પોતાની દિકરીના શિક્ષણ પ્રત્યે ખૂબ જ ગંભીર બનીને તેને શિક્ષણ આપવું જોઈએ.
પ્રશ્નઃ આધુનિક સમયમાં મહિલાઓની પ્રગતિને તમે કઈ રીતે જુઓ છો?