જૂનાગઢઃ લોકડાઉનનો એક મહિનો પૂર્ણ થયો છે, ત્યારે પાછલા 30 દિવસથી દૈનિક રોજગારી મેળવી અને ઘરનું ગુજરાન ચલાવતા લોકોના ઘર ચલાવવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ મુંગા પશુ પક્ષી અને શ્વાન માટે જૂનાગઢમાં સેવાયજ્ઞ સતત ધમધમી રહ્યા છે. જૂનાગઢમાં ગોરખનાથ આશ્રમ દ્વારા જરૂરિયાત મંદ તેમજ ગાયો સુધી રાશન, રોટલી અને લાડુનું દરરોજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જૂનાગઢમાં છેલ્લા 30 દિવસથી સતત ધમધમી રહ્યા છે સેવા યજ્ઞ લોકડાઉનમાં દરરોજ રોજગારી મેળવીને પોતાના ઘરનું ગુજરાત ચલાવતા પરિવારો તેમજ ગાય અને શ્વાન માટે નિર્વાહ કરવો ખૂબ જ કપરો બની રહ્યો હતો. જેમની ચિંતા જૂનાગઢમાં આવેલા ગુરુ ગોરખનાથ આશ્રમે કરી છે અને પાછલા 30 દિવસથી જરૂરિયાતમંદ ગરીબ મજૂર, ગાય અને શ્વાન સુધી રાશન કીટથી માંડીને રોટલી અને લાડૂ સુધીની ભોજન પ્રસાદની વ્યવસ્થા આશ્રમના મહંત શેરનાથ બાપુ દ્વારા કરવામાં આવી છે.પ્રથમ તબક્કાના 21 દિવસના લોકડાઉનની જાહેરાત થતાંની સાથે જ દાતારની ભુમી એવા ગરવા ગિરનારની ગોદમાં આવેલા ગોરખનાથ આશ્રમ તમામ જરૂરિયાત મંદોની ચિંતા કરીને તેમના સુધી રાશન કીટ સહિતની જીવનજરૂરી ચીજો પહોંચાડવા માટેની વ્યવસ્થા તાકીદે શરૂ કરી છે. 21 દિવસના પ્રથમ લોકડાઉન બાદ બીજા તબક્કાના 18 દિવસના લોકડાઉનની જાહેરાતમાં કરવામાં આવી ત્યારે આશ્રમે બીજા તબક્કામાં પણ તેમનો સેવાયજ્ઞ સતત અને અવિરત ચાલુ રાખવાની નેમ વ્યક્ત કરી અને જો લોકડાઉન વધુ લંબાવવામાં આવશે તો આવી પરિસ્થિતિમાં પણ ગુરુ ગોરખનાથ આશ્રમ ગરીબ મધ્યમ અને મજૂર વર્ગની સાથે ગાય તેમજ સ્વાનોની ચિંતા કરીને તેમને જીવન જરૂરી નિર્વાહ કરવાની તમામ ચીજવસ્તુઓનો સતત અને અવિરત વિતરણ ચાલુ રાખશે એવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે.