ગુજરાત

gujarat

ETV Bharat / city

વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત "સેવા સપ્તાહ"નો વૃક્ષારોપણથી શુભારંભ કરાયો - Gujarat News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના જન્મદિવસ છે, ત્યારે ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સંગઠન દ્વારા 14 સપ્ટેબરથી 20 સપ્ટેબર સુધી "સેવા સપ્તાહ"ની સમગ્ર દેશમાં ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત અનેક વિધ જનસેવા-પ્રકૃતિ સંરક્ષણ-જનઉત્કર્ષ પ્રકલ્પોના આયોજન નિયત કરાયા છે. જેના ભાગરૂપે 12-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમ માડમ દ્વારા જામનગર જિલ્લામા "સેવા સપ્તાહ"ઉજવણીનો શુભારંભ કરાવવાના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Etv bharat
વૃક્ષારોપણ

By

Published : Sep 14, 2020, 9:45 PM IST

જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી માટેના "સેવા સપ્તાહ"અંતર્ગત, વિવિધ જનઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે જામનગર તાલુકાના હર્ષદપુરમાં વૃક્ષારોપણ કરી સંસદસભ્ય પૂનમ માડમે "ગ્રીન ઇન્ડીયા" સાર્થક કરવા સૌને આહવાન કરી છે.

આ પ્રસંગે પૂનમ માડમે તમામ લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ લેવા આગ્રહ કર્યો હતો અને સેવા સપ્તાહનો ઉત્સાહભર્યા અને ગૌરવભર્યા માહોલમાં શુભારંભ કરાવતા જનસેવા-પ્રકૃતિ સેવા-જન ઉત્કર્ષ માટેના પ્રેરણારૂપ પ્રકલ્પ સાકાર થયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ અને આજુબાજુના ગામોના સરપંચઓ વગેરેએ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details