- જૂનાગઢમાં વ્યક્તિ અને વ્યક્તિત્વના વિકાસના હેતુથી યોજાયો પરિસંવાદ
- પરિસંવાદમાં લેખક જય વસાવડાએ યુવાનોને આપ્યું માર્ગદર્શન
- લેખકે પોતાના અનુભવો યુવાનો સાથે કર્યા શેર
જૂનાગઢઃ વર્તમાન સમયમાં યુવાનો ટેક્નોલોજીની નજીક અને પુસ્તકોથી દૂર થઈ રહ્યા છે. તો અનેક યુવાનોમાં સહનશીલતા જેવા ગુણો પણ ઘટી રહ્યા છે. તેવામાં જૂનાગઢમાં વ્યક્તિ અને વ્યક્તિત્વના વિકાસ અંગે એક પરિસંવાદ (Seminar on Examination on Personality Development for the youth) યોજાયો હતો, જેમાં ગુજરાતના કટાર લેખક જય વસાવડાએ યુવાનોને પ્રોત્સાહિત (Writer Jay Vasavada encouraged the youth) કરી સંદેશ આપ્યો હતો. તેમણે પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, આધુનિક ટેકનોલોજીના યુગમાં (age of technology) પણ વર્તમાન સમયના યુવાનોમાં ચિંતા અને સહનશીલતા જેવા ગુણો દિવસે દિવસે ઘટી (Decreased tolerance in youth) રહ્યા છે.
જૂનાગઢમાં વ્યક્તિત્વના વિકાસના હેતુથી યોજાયો પરિસંવાદજૂનાગઢમાં વ્યક્તિત્વના વિકાસના હેતુથી યોજાયો પરિસંવાદ આ પણ વાંચો-રાષ્ટ્રીય કક્ષાની ગુજરાત બિયર્ડ મોડેલની સ્પર્ધામાં સુરતના 2 યુવાનો ઝળકયા
સાધન-સંપન્નથી સુખી થયેલું યુવાધન અનેક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે
વ્યક્તિ અને વ્યક્તિત્વના વિકાસને અંગે યોજાયેલા પરિસંવાદમાં (Seminar on Examination on Personality Development for the youth) ગુજરાતના ખ્યાતનામ કટાર લેખક અને યુવાન હૃદયમાં બિરાજતા જય વસાવડાએ ખાસ હાજરી આપી હતી. તેમણે યુવાનોને આ અંગે માર્ગદર્શન (Writer Jay Vasavada encouraged the youth) પૂરું પાડ્યું હતું. લેખકે જણાવ્યું હતું કે, વર્તમાન સમયને ટેક્નોલોજીનો સમય (age of technology) માનવામાં આવે છે. ટેક્નોલોજી થકી વર્તમાન જગતના યુવાનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સાધન-સંપન્નથી સુખી થયેલું યુવાધન આજે અને મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલું જોવા મળી રહ્યું છે. કેટલીક મુશ્કેલીઓ યુવાનોએ પોતે ઊભી કરેલી છે. તો કેટલીક મુશ્કેલીઓ ગેરસમજ કે કોઈ વસ્તુના ખોટા અનુકરણ કરવાને કારણે આજનો યુવાન મુશ્કેલીભરી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-મોરબીના નવા ઉદ્યોગ સાહસિકો માટે કોન્ક્લેવનું આયોજન થયું
યુવાનો મુશ્કેલીમાંથી પોતાને બહાર લાવે તેવી ક્ષમતાના વિકાસ માટે આ પરિસંવાદ યોજાયો
લેખકે વધુમાં ઉમેર્યું હતું કે, મુશ્કેલીની પરિસ્થિતિમાંથી યુવાન પોતે પોતાની જાતને બહાર કાઢી શકે તે માટેની ક્ષમતાનો વિકાસ થાય તેને લઈને આ પરિસંવાદ (Seminar on Examination on Personality Development for the youth) યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જૂનાગઢના યુવાનોએ હાજર રહીને લેખકનો સંદેશ સાંભળ્યો હતો.