- દિવાળીના તહેવારોમાં ચાઇના માંથી આયાત કરેલી ચીજ વસ્તુઓની બોલબાલા
- વર્ષોથી ચાઇનામાં ઉત્પાદિત ચીજવસ્તુઓની માંગ જૂનાગઢમાં જોવા મળતી હોય છે
- દિવાળીના તહેવારો દરમિયાન લોકો પ્રથમ પસંદગી હજી પણ ચાઇના વસ્તુંઓની
જૂનાગઢ : દિવાળીના તહેવાર(Diwali festival) દરમિયાન ઘરમાં ઉજાસ થી લઈને સુશોભન માટેની અનેક વેરાયટીની ચિજ વસ્તુંઓનું જૂનાગઢમાં વેચાણ થતું હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળીના દિવસો દરમિયાન ચાઇના માંથી આયાત કરેલી ચીજવસ્તુઓ બજારમાં વેપારીઓ તેનું વેચાણ કરીને રોજગારી મેળવી રહ્યા છે. પાછલા બે વર્ષથી કરોના સંક્રમણને કારણે ચાઇનાથી આયાત થયેલી ચીજ વસ્તુઓની માંગ ઘટવા લાગી છે. પરંતુ આ વર્ષે ફરી એક વખત ચાઇનાથી આયાત થયેલી ચીજવસ્તુઓની બોલબાલા જૂનાગઢમાં જોવા મળી રહી છે
ચાઇનાની વસ્તુંઓનું ધોમ વેચાણ
દિવાળીના તહેવારોમાં(Diwali festival) પ્રત્યેક ઘરમાં સુશોભન થી લઈને દીવડા જેવી અન્ય ચીજવસ્તુઓ પ્રત્યેક ઘરમાં જોવા મળતી હોય છે. ત્યારે કોરોના કાળમાં આત્મનિર્ભર ભારત('Self-reliant India') યોજના અંતર્ગત ભારતમાં જ બનેલી ચીજોનો ઉપયોગ કરવો તેને લઈને અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનની વચ્ચે દિવાળીના તહેવારોમાં ચાઇના દ્વારા નિર્મિત અને ત્યાંથી આયાત કરેલી ચીજ વસ્તુઓ આત્મનિર્ભર ભારત અભિયાનને ઠેસ પહોંચાડી રહી છે.