- આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભવનાથમાં યોજાયું સફાઈ અભિયાન
- ભવનાથના સાધુ-સંતોએ કરી સફાઈ આપ્યો સ્વચ્છતા અંગે નો સંદેશ
- પ્રત્યેક નાગરિક ના સફાઈ અંગેના સહિયારા પ્રયાસોથી દેશમાંથી દૂર કરી શકાશે ગંદકી
જૂનાગઢઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 2 ઓક્ટોબર ગાંધી જયંતીથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સફાઈ અભિયાનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં દેશના ગામડાઓને આવરી લેવામાં આવ્યા હતા. જોકે, હવે બીજા તબક્કામાં શહેરી વિસ્તારોને પણ આવરી લેવાયા છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-9માં આવતા ભવનાથ વિસ્તારમાં સાધુ-સંતોએ હાથમાં ઝાડૂ ઉઠાવીને સફાઈ કરી હતી. સાથે જ તેમણે પ્રત્યેક લોકોને સફાઈ કરવા અંગે સંદેશ આપ્યો હતો. સતત વધી રહેલી ગંદકી અને રોગોની સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ વિપરિત અસરો પાડી રહી છે. આવી પરિસ્થિતીમાં સ્વચ્છતા ને લઈને લોકો જાગૃત બને તે માટે નું મહા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અહીં સાધુ-સંતોએ જણાવ્યું હતું કે, પ્રત્યેક વ્યક્તિના સ્વચ્છતાને લઈને સહિયારા પ્રયાસથી આ મહાઅભિયાનમાં વિજય મેળવી શકાય છે.
પ્રત્યેક વ્યક્તિના સહિયારા પુરુષાર્થથી દેશને ગંદકીથી મુક્ત કરી શકવામાં મળી શકે છે સફળતા