જૂનાગઢમાં હવામાન વિભાગની આગાહીથી વિપરીત દ્રશ્યો જોવા મળ્યાં - હવામાન આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ જૂનાગઢમાં આગાહીઓની વિપરીત દ્રશ્યો જોવા મળ્યાં હતાં. છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેરમાં ભારે ઉકળાટ અને ગરમી બાદ આજે આકાશ ચોખ્ખું થતાં વરસાદ પડવાની શક્યતાઓ ધૂંધળી બની રહી છે.
![જૂનાગઢમાં હવામાન વિભાગની આગાહીથી વિપરીત દ્રશ્યો જોવા મળ્યાં જૂનાગઢમાં હવામાન વિભાગની આગાહીથી વિપરીત દ્રશ્યો જોવા મળ્યાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8060895-thumbnail-3x2-aagahi-7200745.jpg)
જૂનાગઢમાં હવામાન વિભાગની આગાહીથી વિપરીત દ્રશ્યો જોવા મળ્યાં
જૂનાગઢઃ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે જૂનાગઢમાં વરસાદની આગાહીથી વિપરીત દ્રશ્યો જોવા મળ્યાં છે. છેલ્લાં બે દિવસથી જૂનાગઢ શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું પરંતુ વરસાદ નહીં પડતાં શહેરમાં આકરી ગરમી અને બફારાને કારણે લોકો આકુળ વ્યાકુળ બન્યાં હતાં.
જૂનાગઢમાં હવામાન વિભાગની આગાહીથી વિપરીત દ્રશ્યો જોવા મળ્યાં