ગુજરાત

gujarat

ETV Bharat / city

Saurashtra Folk Music Program : જાણો આજે ક્યાં થયો કરોડોનો વરસાદ, શું છે ડાયરામાં થતાં રૂપિયાના વરસાદની હકીકત - લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ

સૌરાષ્ટ્રમાં આજે ફરી એક વખત લોકડાયરામાં (Saurashtra Folk Music Program) કરોડોનો વરસાદ થતો સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આહિર યુવા સંગઠન (Lok Dayro in Keshod by Ahir Yuva Sangathan ) દ્વારા આયોજિત લોક ડાયરામાં કરોડો રૂપિયાનો વરસાદ (Rupee Rain in Lok dayra) થતો જોવા મળ્યો હતો.

Saurashtra Folk Music Program : જાણો આજે ક્યાં થયો કરોડોનો વરસાદ, શું છે ડાયરામાં થતાં રૂપિયાના વરસાદની હકીકત
Saurashtra Folk Music Program : જાણો આજે ક્યાં થયો કરોડોનો વરસાદ, શું છે ડાયરામાં થતાં રૂપિયાના વરસાદની હકીકત

By

Published : May 9, 2022, 4:40 PM IST

જૂનાગઢ -પાછલા એક અઠવાડિયાથી લોક ડાયરાની જાણે કે મોસમ શરૂ થઇ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જામનગરમાં આયોજિત ભાગવત કથામાં લોક ડાયરા (Saurashtra Folk Music Program) દરમિયાન ભારતીય અને વિદેશી ચલણનો જાણે કે વરસાદ થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે આજે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આહિર યુવા સંગઠન (Lok Dayro in Keshod by Ahir Yuva Sangathan ) દ્વારા આયોજિત લોક ડાયરાના કાર્યક્રમમાં ફરી એક વખત કરોડો રૂપિયાનો વરસાદ થતો જોવા મળ્યો. ધાર્મિક કાર્યક્રમમાં લોક સંસ્કૃતિનું મનોરંજન પૂરું પાડતા કલાકારો પર જાણે કે રૂપિયાનો વરસાદ થઇ રહ્યો હોય તેવા દ્રશ્યો જામનગર બાદ કેશોદમાં પણ સામે આવ્યા છે. આ સમય દરમિયાન સૌરાષ્ટ્રમાં લોક ડાયરાનું આયોજન થતું હોય છે અને તેમાં કરોડ રૂપિયાનો વરસાદ (Rupee Rain in Lok dayra)થતો આવ્યો છે જે પરંપરા આજે પણ આગળ વધતી જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રમાં આયોજિત લોક ડાયરાઓ ધાર્મિક સંસ્થાઓ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કે ગૌશાળાના લાભાર્થે યોજવામાં આવતા હોય છે

આ પણ વાંચોઃ Jamnagar Lokdayro: જામનગરના લોકડાયરામાં 20,000ની નોટનો વરસાદ થતા લોકોમાં ચર્ચા

લોકડાયરાનું આયોજન ધર્મસ્થાનો અને ગૌશાળા માટે પરંપરાગત રીતે કરાતું આવે છે- સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ અને ધર્મ પરંપરામાં લોક ડાયરાનું (Saurashtra Folk Music Program) મહત્વ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં આયોજિત લોક ડાયરાઓ ધાર્મિક સંસ્થાઓ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કે ગૌશાળાના લાભાર્થે યોજવામાં આવતા હોય છે. કોઇપણ ધાર્મિક કે ગૌશાળાનું નવું બાંધકામ કરવાનું હોય તેવા પ્રસંગે દાનના રૂપે લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ (Rupee Rain in Lok dayra)થતો હોય છે. લોક ડાયરા દરમિયાન એકઠી થયેલી તમામ રકમ જે તે સ્થળના લાભાર્થીઓ માટે લોકડાયરાનું આયોજન થતું હોય છે તેમ આ રકમ રામ ભરોસે અર્પણ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ થરાદમાં ગીતા રબારીના ડાયરાનો વિવાદઃ આયોજકની ધરપકડ, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

દાન છૂપું રાખવાનું કારણ- લોક ડાયરા (Saurashtra Folk Music Program) આયોજિત થવા પાછળનું બીજું કારણ એ પણ છે કે કોઈ વ્યક્તિ દાન કરે અને તેને તે ગુપ્ત રાખવા માગતા હોય આવી પરિસ્થિતિમાં એક રૂપિયાથી લઈને કરોડ રૂપિયા સુધીનું દાન રૂપિયાના વરસાદરૂપે લોક ડાયરામાં થતું હોય છે. તમામ રકમ જે તે ધાર્મિક સ્થળ કે ગૌશાળાના લાભાર્થે રામ ભરોસે અર્પણ કરી દેવામાં આવતી હોય છે. તેને કારણે લોક ડાયરામાં સૌરાષ્ટ્રની પરંપરા મુજબ કરોડો રૂપિયાનો વરસાદ (Rupee Rain in Lok dayra)થતો જોવા મળે છે. જે પરંપરા આજે કેશોદમાં (Lok Dayro in Keshod by Ahir Yuva Sangathan ) યોજાયેલ લોક ડાયરાએ જાળવી રાખી છે.

ABOUT THE AUTHOR

...view details