ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકારના પોકળ દાવા, જૂનાગઢનું સરગવાળા ગામ આજે પણ તબીબી સહાયથી વંચિત - કોરોના ટેસ્ટિંગ

જૂનાગઢ નજીક આવેલું સરગવાળા ગામ કોરોના સંક્રમણને લઈને મુશ્કેલીમાં જોવા મળી રહ્યું છે. અહીં ટેસ્ટિંગથી લઈને વેક્સિનેશન સુધીના આરોગ્યલક્ષી કામ હજુ પણ પૂરતા પ્રમાણમાં જોવા મળતા નથી. અત્યાર સુધી સરગવાળા ગામમાં 12 કરતાં વધુ વ્યક્તિઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. તેમ છતાં ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટિંગ કે રસીકરણ અભિયાન જેવો એક પણ કાર્યક્રમ હાથ નહીં ધરાતા ગામ લોકોમાં આરોગ્ય તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સરકારના પોકળ દાવા, જૂનાગઢનું સરગવાળા ગામ આજે પણ તબીબી સહાયથી વંચિત
સરકારના પોકળ દાવા, જૂનાગઢનું સરગવાળા ગામ આજે પણ તબીબી સહાયથી વંચિત

By

Published : May 11, 2021, 8:13 PM IST

  • સરગવાળા ગામમાં પ્રતિદિન 5 કરતાં વધુ પોઝિટિવ કેસ નોંધાય છે
  • ગામમાં અત્યાર સુધી 12 લોકોના કોરોના સંક્રમણથી મોત
  • ગામમા ટેસ્ટિંગ અને રસીકરણ અભિયાન જોવા મળ્યું ઠપ્પ

જૂનાગઢ: રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે જૂનાગઢનું નાનું એવું સરગવાળા ગામ આજે આરોગ્યલક્ષી સુવિધાઓ માટે વલખા મારી રહ્યુ છે. પ્રતિદિન 5 જેટલા ગામના લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધી ગામમાં 12 કરતાં વધુ વ્યક્તિઓ કોરોના સંક્રમણને કારણે મોતને ભેટી ચૂક્યા છે. આ ઉપરાંત, હાલ ગામમાં 150 કરતાં વધુ કોરોના સંક્રમિત કેસ ઘરે સારવાર લઇ રહ્યા છે. આવી પરિસ્થિતિની વચ્ચે પણ આરોગ્ય વિભાગ દ્વારા સરગવાડા ગામ પ્રત્યે ભારે ઉપેક્ષા ભર્યું વલણ દાખવવામાં આવી રહી છે. જેને કારણે ગામના લોકો ખૂબ જ વિસામણમાં જોવા મળી રહ્યા છે. વધી રહેલા કોરોના સંક્રમણને સામે સાવચેતી રાખવા ગામમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. પરંતુ, આ તમામ વ્યવસ્થાની વચ્ચે આરોગ્ય વિભાગ ગામમાં ટેસ્ટિંગ કરવા માટે કોઈ ઉત્સાહ દર્શાવતું નથી. જેને લઇને ગામ લોકોમાં ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે.

સરકારના પોકળ દાવા, જૂનાગઢનું સરગવાળા ગામ આજે પણ તબીબી સહાયથી વંચિત

આ પણ વાંચો:જૂનાગઢ ધોરાજી ધોરીમાર્ગ પરનું શ્રી ધામ કોવિડ કેર આઇસોલેશન સેન્ટર દર્દીઓ માટે બન્યું આશાનું કિરણ

આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે બંધ

આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ટેસ્ટિંગ અને રસીકરણ બંધ કરવામાં આવ્યું છે. હાલ ગામમાં 150 કરતાં વધુ સંક્રમિત લોકો પોતાના ઘરે તબીબી માર્ગદર્શન નીચે સારવાર લઇ રહ્યા છે. પરંતુ, આરોગ્ય વિભાગ દ્વારા સામૂહિક ધોરણે ગામમાં 45 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓને કોરોના રસીકરણ અંગે પણ ઉદાસીનતા ભર્યું વલણ દાખવવામાં આવી રહ્યુ છે. જેનો વસવસો ગામના યુવાનો પણ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો:ઓક્સિજનની સપ્લાય અને તેના વિતરણ પર નિયંત્રણ રાખવા જિલ્લા કલેક્ટરે ત્રણ કમિટી બનાવી

વડીલોના રસીકરણ માટે આરોગ્ય વિભાગે કેમ્પ લગાવવો જોઈએ

ગામમાં ટેસ્ટિંગથી લઈને 45 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધો અને વડીલોને રસીકરણ માટે આરોગ્ય વિભાગે ગામમાં કેમ્પ લગાવવો જોઈએ. વૃદ્ધ અને અશક્ત વ્યક્તિઓને જુનાગઢ સુધી રસીકરણ માટે પહોંચાડવા ખૂબ જ મુશ્કેલીનું કામ છે. તેમાં પણ વડીલો સંક્રમિત બની જાય તો તેના જીવ પર જોખમ પણ ઉભુ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં રસીકરણ અને કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા તાકિદે શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details