જૂનાગઢ: આજે તેમની સમાધિ (sonal dham Banuaai samadhi)ના પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સેવકો ભક્તો અને સાધુ સંતોની હાજરીમાં બનુઆઈના નશ્વર દેહને ધાર્મિક વિધિ વિધાન અને હિંદુ ધર્મ સંસ્કૃતિ મુજબ સમાધિ અર્પણ કરવામાં આવી હતી. સમાધિના પ્રસંગે મોટી સંખ્યામાં સોનલ ધામ (junagadh sonal dham madhda )ની સાથે જોડાયેલા સર્વ જ્ઞાતિના સેવકો ભક્તો અને ભાવિકોએ દેવી સ્વરૂપ બનુઆઈના અંતિમ દર્શન (The final vision of Banuaai) કરીને તેને સમાધિ અર્પણ કરવામાં સહભાગી બન્યા હતા. બનુઆઇના સેવકો સમગ્ર વિશ્વમાં છે, ત્યારે તેમના દેવલોક પામ્યા ના સમાચારને લઈને તેના સેવકોમાં ભારે શોક વ્યાપી જવા પામ્યો છે અને ભારે હૈયે આજે તેમને સમાધિ આપવામાં આવી હતી.
આ પણ વાંચો:Ahmedabad Serial Bomb Blast 2008 : સ્પેશિયલ કોર્ટે પોતાનો ચુકાદો 18 તારીખ સુધી મુલતવી રાખ્યો