જૂનાગઢઃ સનાતન હિન્દુ ધર્મથી ખૂબ પ્રભાવિત થઈને (Russian nun influenced by Hinduism) રશિયન મહિલા સાધ્વી જૂનાગઢ પધાર્યાં (Russian Sadhvi in Junagadh) છે. તેમનું ભારતીય નામ અન્નપૂર્ણા દેવી (Annapurna Devi in Junagadh ) રાખવામાં આવ્યું છે. આ મહિલા સાધ્વી સનાતન હિન્દુ ધર્મના પ્રચારપ્રસાર અને ધર્મની સાધના અને આરાધના માટે ભારત ભ્રમણ કરી રહ્યાં છે. આજથી દસેક વર્ષ પહેલા હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને આ (Russian nun influenced by Hinduism) સાધ્વી ભારત આવ્યાં હતાં. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રૂદ્રપ્રયાગમાં સનાતન હિન્દુ ધર્મના પ્રચાર-પ્રસાર અને હિન્દુ ધર્મની (Russian nun on Hinduism) આરાધના કરી રહ્યા છે.
મહાશિવરાત્રિના મેળામાં ભાગ લેવા પહોંચ્યાં રશિયન મહિલા સાધ્વી આ પણ વાંચો-ગુજરાતનું 'ડોલર મંદિર' : આ રીતે વરદાયિની માતાનું મંદિર બન્યું આકર્ષણનું કેન્દ્ર, એક ક્લિક પર જૂઓ અદભૂત નજારો...
મહાશિવરાત્રિના મેળામાં ભાગ લેવા પહોંચ્યાં રશિયન મહિલા સાધ્વી
આ રશિયન મહિલા સાધ્વી (Russian Sadhvi in Junagadh) અત્યારે મહાશિવરાત્રિના મેળાને લઈને ભવનાથની (Mahashivaratri fair Bhavnath) ગિરિ તળેટીમાં પધાર્યાં છે. તેઓ સનાતન હિન્દુ ધર્મની પરંપરાને વધુ લોકો સુધી પહોંચાડી શકાય તે માટે પ્રયાસો કરી રહ્યાં છે. અન્નપૂર્ણા દેવી માની (Annapurna Devi in Junagadh) રહ્યા છે કે, તમામ ધર્મનો એક જ સાર છે અને મોક્ષ માટે લોકોને મોક્ષના માર્ગે કઈ રીતે પહોચાડી શકાય. તેને લઈને તેઓ સનાતન હિન્દુ ધર્મને (Russian nun on Hinduism) પસંદ કર્યો છે અને લોકોને મોક્ષના માર્ગે વાળવા સનાતન હિન્દુ ધર્મ અહિંસક પણ હોવાને કારણે તેઓ અત્યારે હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.
રશિયા અને ભારતમાં ધર્મને લઈને લોકો બની રહ્યા છે બેદરકાર
ભારત ભ્રમણ માટે આવેલા રશિયન સાધ્વી (Russian Sadhvi in Junagadh) અન્નપૂર્ણા દેવીએ (Annapurna Devi in Junagadh) રશિયા અને ભારતના લોકોને ધાર્મિકતા છોડી રહ્યા હોવાનો મત પ્રગટ કર્યો હતો. તેઓ માની રહ્યા છે કે, ભારત અને રશિયાના રશિયાના લોકો ધર્મને લઈને બેદરકાર બની રહ્યા છે. લોકો સ્વર્ગને ધર્મનું અંતિમ સુખ માની રહ્યા છે, પરંતુ સ્વર્ગથી પણ ઉપર મોક્ષનો દ્વાર હોય છે અને લોકો ધર્મનું આચરણ સ્વર્ગ સુધી પહોંચવા માટે કરતા હોય છે, પરંતુ મોક્ષ માર્ગે જવાને લઈને કોઈ પણ વ્યક્તિ વિચાર કરતો નથી. ધર્મનું આચરણ પર સ્વર્ગનો આનંદ માણવા માટે કરતા હોય છે. તમામ સાંસારિક સુખ સુવિધાઓ છોડીને શિવ અને કૃષ્ણની જેમ નિજાનંદમાં રહેવાથી મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય છે અને વર્તમાન સમયના તમામ ધર્મોમાં આ પ્રકારનું શિક્ષણ અથવા તો ધર્મને લઈને લોકોમાં ખૂબ ઓછી જાગૃતતા જોવા મળે છે.
ધર્મને લઈને મતભેદ થઈ રહ્યા છેઃ રશિયન મહિલા સાધ્વી
રશિયન સાધ્વી (Russian Sadhvi in Junagadh) અન્નપુર્ણા દેવી ભગવાન શિવ કૃષ્ણ અને રામ પ્રત્યે પણ ખૂબ જ પ્રભાવિત (Russian nun influenced by Hinduism) જોવા મળી રહ્યાં છે. તેઓ તમામ દેવીદેવતાઓને એક સાચા શિક્ષક માની રહ્યા છે. તેઓનું મૃત્યુ લોકમાં અવતરણને શિક્ષકના ઉદાહરણ તરીકે તેઓ માની રહ્યાં છે. તેઓ જણાવી રહ્યા છે કે, રામકૃષ્ણ ભગવાન શિવ સહિત તમામ દેવી-દેવતાઓ લોકોને ધર્મ અને સદાચારનું આચરણ થાય. તેમાં માર્ગ પર ચાલવા માટેની શિખ આપી રહ્યાં છે. કોઈ પણ વ્યક્તિ મોક્ષના માર્ગે પ્રાપ્ત થાય તે માટે તમામ દેવીદેવતાઓ એ ધર્મનું આચરણ કર્યું હતું. આ પ્રકારનું આચરણ વર્તમાન સમયમાં ખૂબ ઘટી ગયું છે. આના કારણે ધર્મને લઈને મતભેદો પણ સર્જાઈ રહ્યા છે.
આ પણ વાંચો-Decoration in Junagadh Swaminarayan Temple: જૂનાગઢમાં ઠાકોરજીને કરાયો લીલી વરિયાળીનો શણગાર
સાધ્વી અન્નપૂર્ણા દેવી ધર્મ અને અર્થ વિષે ધરાવે છે ચોક્કસ મત
સાધ્વી અન્નપૂર્ણાદેવી ધર્મ (Annapurna Devi in Junagadh) અને અર્થને ખૂબ જ ગંભીરતાથી વર્ણવી રહ્યાં છે. વર્તમાન સમયમાં જીવનનો મતલબ મોટા ભાગના લોકો આર્થિક ઉપાર્જન તરીકે સમજી રહ્યા છે, પરંતુ આ માન્યતા પ્રત્યેક લોકોની ખોટી ધર્મના આચરણ થકી થયેલું આર્થિક ઉપાર્જન સનાતન ધર્મની પરંપરાને વધુ આગળ વધારી શકવા માટે સમર્થ છે. અન્નપૂર્ણા દેવી (Annapurna Devi in Junagadh) માની રહ્યા છે કે, તમામ ધર્મોએ સદગુરૂ આપ્યા છે અને આ ધર્મ ગુરુઓએ પ્રત્યેક વ્યક્તિને ધર્મનો રસ્તો દેખાડીને મોક્ષના માર્ગ પર ચાલવાનો દિશા નિર્દેશ કર્યો હતો, પરંતુ વર્તમાન સમયમાં ધર્મના માર્ગે ચાલી ચાલીને મોક્ષ પ્રાપ્ત કરવા સુધીનું સફર ખૂબ ઓછા લોકો પૂર્ણ કરી રહ્યા છે. આના કારણે તમામ ધર્મમાં અસહિષ્ણુતા વ્યાપ્તિ જોવા મળી રહી છે, જે આવનારા સમયમાં વિશ્વના તમામ લોકો માટે ખૂબ મુશ્કેલીનું સર્જન કરી શકે.
અન્નપૂર્ણા દેવીએ કોરોના અંગે શું કહ્યું, જુઓ
અન્નપૂર્ણા દેવી (Annapurna Devi in Junagadh) વૈશ્વિક કોરોના મહામારી પર પણ ખૂબ જ સચોટ દ્રષ્ટિકોણ રાખી રહ્યા છે. કોરોના વાયરસનો સમયગાળો ખૂબ જ કષ્ટદાયક અને મુશ્કેલ કહી શકાય તેવો પસાર થયો આવા સમયની અંદર રશિયા અને ભારતને બાદ કરતા મોટા ભાગના તમામ દેશના વ્યક્તિ અને પરિવારો એકબીજાથી દૂર અને વિભક્ત થતાં ગયા. તેની સામે રશિયા અને ભારતના લોકો અને પરિવારો મહામારીના સમયમાં એક બીજાથી ખૂબ જ નજીક પહોંચી ગયા. આ શક્તિ સનાતન ધર્મના પાલન થકી આવી હોવાનું તેવો સ્પષ્ટ માની રહ્યા છે. આવા કઠિન અને વિપરીત સમયમાં ભજન અને ભક્તિ એકમાત્ર તમામ રોગોની દવા છે. એવું પણ તેઓ માની રહ્યા છે અને તેને કારણે તેઓ ભારતના સનાતન ધર્મનો ખૂબ જ ગંભીરતાથી અભ્યાસ પણ કરી રહ્યા છે
શરીર અને મનની જગ્યા પર આત્માના અવાજને અનુસરવો જોઈએઃ અન્નપૂર્ણા દેવી
અન્નપૂર્ણા દેવી શરીર અને મનના અનુકરણની જગ્યા પર આત્માના અવાજને અનુસરીને જો પ્રત્યેક વ્યક્તિ તેમના જીવનમાં આચરણ કરે તો વ્યક્તિ મોક્ષ માર્ગ પ્રાપ્ત કરી શકે છે. તેના કારણે જ તેઓ આત્માના અવાજને સાંભળીને સનાતન હિન્દુ ધર્મ પ્રત્યે ખૂબ લાગણીથી જોડાયેલા છે. તેઓ માની રહ્યાં છે કે, શરીર અને મન મુજબનું જીવન વ્યર્થ જીવન છે. તેનાથી કદાચ સ્વર્ગની પ્રાપ્તિ થઇ શકે, પરંતુ મોક્ષની પ્રાપ્તિ કરવા આત્માના અવાજ અનુસાર જીવનમાં આચરણ કરવું પડે. વિશ્વના તમામ ધર્મગ્રંથો અને ધર્મગુરુઓ લોકોને પ્રેમભાવ સાથે રહેવાની શીખ આપી જાય છે. અન્નપૂર્ણા દેવી ભાગવત ગીતાને આત્મા સમાન માની રહ્યા છે અને કહે છે કે, તેઓ બચપણથી ભગવદ ગીતા વાંચતા આવ્યા છે અને કોઈપણ વ્યક્તિએ જીવનના સાચા મૂલ્યોને સમજવું હોય તો એકવાર ભગવદ ગીતા અવશ્ય વાંચવી જોઈએ.