- જૂનાગઢ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડ્યો ધોધમાર વરસાદ
- અતિભારે વરસાદને કારણે શહેરના માર્ગો પર ફરી વળ્યા વરસાદી પાણી
- રાજમાર્ગો પર પાણી ભરાતા વાહનચાલકો અને વેપારીઓને પડી પારાવાર મુશ્કેલીઓ
જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રીથી શરૂ થયેલો વરસાદ આજે વહેલી સવારે ધોધમાર વરસી પડતા શહેરમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાઇ જતાં જોવા મળી રહ્યા હતા. જૂનાગઢ શહેરમાં પડેલા અતિભારે વરસાદને કારણે રાજમાર્ગો પર વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે, જેને કારણે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અતિભારે વરસાદને કારણે માર્ગો પર ભરાયા વરસાદી પાણી
ચોમાસા દરમિયાન આ પ્રકારના દ્રશ્યો જૂનાગઢ શહેરમાં આજે પ્રથમ વખત જોવા મળી રહ્યા છે જેને કારણે લોકો પણ ભારે વરસાદને કારણે અનેક મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે જેને કારણે શહેરના માર્ગો પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે વાહનચાલકો અને દુકાનદારોને અનેક સમસ્યા અને મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું.