ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat rain update: જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રીક વરસાદ વરસ્યો, ઠેર ઠેર પાણી ભરાયા - Gujarat News

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જ્યારે કેશોદની વાત કરીએ તો કેશોદ તાલુકામાં મેઘરાજાનું આગમન થતા રવિવારનો 26 mm વરસાદ નોંધાયો છે. કેશોદ તાલુકામાં થોડા દિવસના વિરામ બાદ રવિવારે વહેલી સવારથી મેઘરાજાનું આગમન 26 mm વરસાદ સાથે મૌસમનો કુલ 244 mm વરસાદ નોંધાયો છે.

Rain in Junagadh
Rain in Junagadh

By

Published : Jul 25, 2021, 10:01 PM IST

  • જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો
  • રવિવારે કેશોદ તાલુકામાં 26 mm વરસાદ વરસ્યો
  • મૌસમનો કુલ 244 mm વરસાદ નોંધાયો

જૂનાગઢ: માંગરોળ તાલુકામાં ગત વર્ષની સરખામણીએ મોડો વરસાદ (rain) થતાં ત્રણ તબક્કામાં વાવણી (Sowing) કાર્ય પૂર્ણ થયું હતું. થોડા દિવસો પહેલા સાર્વત્રિક વરસાદ થતાં માંગરોળ અને કેશોદ તાલુકામાં ખેડૂતોએ વાવણી (Sowing) કાર્ય પુર્ણ કર્યું હતું. જે બાદ ફરીથી મેઘરાજાએ વિરામ લીધા બાદ રવિવારે સવારથી મેઘરાજાનું આગમન થતાં માંગરોળ અને કેશોદ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી અત્યાર સુધીમાં 26 mm વરસાદ નોંધાયો છે. જ્યારે મૌસમનો કુલ 244 mm વરસાદ (rain) નોંધાયો છે હાલમાં મેઘસવારી યથાવત છે.

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રીક વરસાદ

આ પણ વાંચો:Dang Rain: જિલ્લામાં વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ

માણાવદર તાલુકામાં સર્વત્ર વરસાદથી નદી, નાળા, ચેકડેમો છલકાયા

માણાવદરની જો વાત કરવામાં આવે તો માણાવદર તાલુકામાં સર્વત્ર વરસાદથી નદી, નાળા, ચેકડેમો છલકાયા છે. શહેર સહીત સૌરાષ્ટ્રભરમાં અષાઢ મહીનાના આરંભ સાથે જ આકાશી હેત રુપ વરસાદ (rain) વરસવા લાગતા વાતાવરણ ઠંડુ ગાર થવા સાથે લોકોને ગરમીમાંથી રાહત મળી છે જ્યારે વાડી ખેતરોમાં વાવેલી મોલાત માટે વરસાદ ખરા અર્થમાં જીવનદાન સમો સાબીત થઇ રહ્યો હોવાથી ખેડૂતોના ચહેરા પર પણ ખુશીના મોજા ખીલ્યા છે. જેમાં માણાવદર પંથકમાં રવિવારે મેઘરાજાએ મુકામ કરી પાજોદ ગામે 8 ઇંચ તથા બુરી ગામે પણ માત્ર 2 કલાકમાં 6 ઇંચ પાણી વરસાવી દીધુ હતુ.

આ પણ વાંચો: Gujarat Rain Update : પાટણ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

સતત બે કલાક વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા

માણાવદર તાલુકામાં રવિવારે ભારે ઉકળાટથી પશુ પક્ષી ગરમીથી ત્રસ્ત હતા. જેમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળોએ રૌદ્ર સ્વરુપ ધારણ કરી પંથકમાં ઝંઝાવાતી અનરાધાર વરસાદે સમગ્ર પંથકને ધમરોળી નાખ્યું હતુ. શહેરમાં સુપડાધારે વરસાદ સાથે પ્રચંડ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. સતત બે કલાક વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.

સર્વત્ર વરસાદથી નદી નાળા ચેકડેમો છલકાયાં

સમગ્ર વિસ્તારમાં અતિ રૌદ્ર સ્વરૂપે વરસાદે માત્ર 2 કલાકમાં શહેરમાં 3, બુરી 6, મટીયાણા ગામે 5 ઇંચ, લીંબુડા ગામ 6 ઇંચ, કોડવાવ ગામે 4 ઇંચ, પાજોદ ગામે અતી ભારે 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેથી પાજોદ ગામે ખેતરો તળાવમાં ફેરવાયા માણાવદર તાલુકામાં પડેલા સર્વત્ર વરસાદથી નદી નાળા ચેકડેમો છલકાયાં હતા.

ABOUT THE AUTHOR

...view details