- શ્રાદ્ધ પક્ષમાં વિધિ-વિધાન મુજબ કરવામાં આવેલી વિધિ પિતૃઓ સુધી પહોંચે છે
- સરામણ એટલે કે માથે મુંડન કરાવીને કરવામાં આવેલી તર્પણ વિધિ સર્વોત્તમ
- માથે મુંડન કરાવી ને કરવામાં આવતું તર્પણ પિતૃઓ સુધી અચૂક પહોંચવાની છે માન્યતા
જૂનાગઢઃ ગઈકાલથી શ્રાદ્ધ પક્ષ શરૂ થયો છે આજે એકમનું પ્રથમ શ્રાદ્ધ છે. પિતૃ તર્પણ અને પિંડદાનને હિંદુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવ્યું છે. શ્રાદ્ધ પક્ષમાં કોઈ પણ વ્યક્તિ પોતાના મૃતક સ્વજનોને તર્પણ અને પિંડદાન વિધિ કરીને તેના આત્માને મોક્ષ મળે તે માટે શ્રાદ્ધ પક્ષમાં ધાર્મિક સ્થળો અને ખાસ કરીને પવિત્ર ઘાટો પર તર્પણ વિધિ કરવાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તે મુજબ પવિત્ર ઘાટો પર કરવામાં આવેલું તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન વિધિ પિતૃઓ સુધી પહોંચતી હોવાની ધાર્મિક માન્યતા આજે પણ જોવા મળે છે.
સરામણ એટલે કે માથે મુંડન કરાવીને કરવામાં આવતી વિધિ સર્વોત્તમ મનાય છે
શ્રાદ્ધ પક્ષમાં પ્રત્યેક વ્યક્તિ પોતાના મૃત સ્વજનોને મોક્ષ મળે તે માટે શ્રાદ્ધ પક્ષમાં વિધિ-વિધાન સાથે તર્પણ વિધિમાં જોડાતા હોય છે. હિંદુ ધાર્મિક વિધિ મુજબ શ્રાદ્ધ કે તર્પણ વિધિમાં જોડાનાર પ્રત્યેક વ્યક્તિએ સરામણ એટલે કે માથે મુંડન કરાવીને વિધિમાં ભાગ લેવો જોઈએ. આ પ્રકારની વિધિને પ્રાચીન ધર્મ ગ્રંથોમાં સૂચવવામાં આવી છે. માથે મુંડન કરાવીને કરવામાં આવતી શ્રાદ્ધ વિધિ કે તર્પણ અને પિંડદાન થકી કરવામાં આવેલું ધાર્મિક કાર્ય પ્રત્યે મૃત સ્વજન સુધી પહોંચતું હોય છે.સરામણ એટલે કે માથે મુંડન કરાવીને વિધિમાં ભાગ લેવામાં આવે તો આવી વિધિને હિન્દુ ધર્મમાં સર્વોત્તમ માનવામાં આવી છે.
આ પણ વાંચોઃ જાણો! પિતૃઓને તૃપ્ત કરતા શ્રાદ્ધપક્ષ વિશે અને તેના પૂજન વિશે
સરામણ એટલે કે માથે મુંડન કરાવીને કરવામાં આવતી પિતૃતર્પણ વિધિ અને શ્રાદ્ધ પિતૃઓ સુધી પહોંચતું હોવાની ધાર્મિક પરંપરા - પિતૃતર્પણ
ગઈ કાલથી શ્રાદ્ધ પર્વ શરૂ થયું છે. પિતૃતર્પણ વિધિમાં ધાર્મિક પરંપરા આસ્થા અને નિયમો સાથે કરવામાં આવેલું પિતૃતર્પણ કે પિંડદાન વિધિ પિતૃઓ સુધી પહોંચતી હોવાની ધાર્મિક માન્યતા છે. પ્રાચીન પરંપરા મુજબ તર્પણ વિધિ માટે આવતા પ્રત્યેક વ્યક્તિએ સરામણ એટલે કે માથે મુંડન કરીને પિતૃતર્પણ વિધિ કરે તો આ વિધિ પ્રત્યેક પિતૃઓ સુધી પહોંચે છે એવી માન્યતા છે.
સરામણ એટલે કે માથે મુંડન કરાવીને કરવામાં આવતી પિતૃતર્પણ વિધિ અને શ્રાદ્ધ પિતૃઓ સુધી પહોંચતું હોવાની ધાર્મિક પરંપરા