- જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 30,000 કરતાં વધુ કેરીના બોક્સની આવક
- વાવાઝોડા બાદ કેરી ખરી પડતાં આવકમાં તોતિંગ વધારો
- વાવાઝોડાની અસર જોવા મળી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં
- એક જ દિવસમાં કેરીના 30,000 બોક્સની આવક
- 50 રૂપિયાથી લઈને પ્રતિ 10 કિલોના ઊંચા ભાવમાં 200 રૂપિયા બોલાયા
જૂનાગઢઃ વાવાઝોડા બાદની અસરોને ધ્યાને રાખીને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજેગુરુવારે એક જ દિવસમાં કેસર કેરીના 10 કિલોના બોક્સની 30,000 કરતાં વધુની આવક થઈ છે. જેને લઇને જૂનાગઢનો માર્કેટિંગ યાર્ડ કેસર કેરીથી ઉભરાતું જોવા મળી રહ્યું છે. આ પ્રકારની આવકની અપેક્ષા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની દલાલી સાથે સંકળાયેલા વેપારીઓને પણ અંદાજવામાં આવી નહોતી. વાવાઝોડાની અસરને પગલે ખૂબ પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીઓ ખરી પડી છે. જેને કારણે આ આવક થઈ રહી છે.