જૂનાગઢ - હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે રાજકારણ ફરી એક વખત ગરમાઈ રહ્યુ છે. પૂર્વ પાસ કન્વીનર અને પ્રદેશ એનસીપી મહિલા મોરચાના અધ્યક્ષ (President of Gujarat NCP Mahila Morcha) રેશમા પટેલે હાર્દિક પટેલને ખુલ્લો પત્ર (Reshma Patel Letter To Hardik Patel)લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. રેશ્મા પટેલના પત્રમાં હાર્દિકને ભાજપમાં ન જોડાવા (Reshma Patel advises Hardik Patel not to join BJP) માટેના કારણો અને વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભાઈ શ્રી હાર્દિક પટેલ,
જય શ્રી રામ સાથે..... હું રેશ્મા પટેલ આંદોલનના સાથી ભાઈ-બહેનના સંબંધ અને પાટીદાર અનામત આંદોલનના સંઘર્ષના સાથી રહેલા છીએ આ કારણથી....મોટી બહેન તરીકે હું તમારા ધ્યાનમાં કેટલાક અમારા ભાજપ સાથે ના કડવા અનુભવથી તમને સાવચેત કરવા માંગુ છું.
તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એ વાત નું દુઃખ ખુબજ થયું પણ, વધારે દુઃખ એ છે કે તમે શ્રી સોનિયા ગાંધીને લખેલા પત્રમાં અને તમારી ભાષા માં ભાજપના દંભી કાર્યના ભરપૂર વખાણ કર્યા છે. હાર્દિક ભાઈ તમે તો ભાજપ ની છઠ્ઠી જાણો જ છો અને ભાજપના ખોટા કાર્યોને આપણે તો જાહેરમાં ખુલ્લા પાડ્યા છે ભાજપને લીધે આપણા ભાઈઓએ જીવ ગુમાવ્યા છે.
અમે ભાજપમાં જોડાયા ત્યારે તમને તો ખુબજ ખોટું લાગ્યું હતું અને તમે તો વાકબાણ થી અમારા ઉપર ખુબજ પ્રહાર કર્યા હતા. આજે એજ ભાજપ છે ભાઈ તો એ ભાજપ ના વખાણ કયા મોઢે કરો છો?
હું તમને સલાહ એટલે આપું છું કે અમે આ ભ્રષ્ટ-જુઠ્ઠી ભાજપમાં આટો મારી ને પાછા આવ્યા છીએ, અમને પણ 2017 માં સરકાર અને સમાજની મિટિંગ પછી સમાજની માંગણીઓ પુરી કરશુ એવું કહી ને ભાજપ પગ પકડીને આજીજી કરી ને લઇ ગયું હતું પણ હજુ સુધી એ માંગણીઓ તો બાકી જ છે એનું શુ કરીશું ?? માંગણીઓની લેખિતમાં ફાઈલ મેં ખુદ મારા હાથે જ ભાજપ સરકારને સોંપેલી છે. શહીદ ભાઈઓના પરિવારને ભાજપ સરકાર સાથે મુલાકાતો કરાવેલી છે. બીજા ઘણા લોકોએ રજુઆત કરેલી છે છતાં પણ આજ માંગણીઓ અધૂરી છે એ યાદ અપાવું છું.