ગુજરાત

gujarat

ETV Bharat / city

પહેલાં જ વરસાદે કરી મેઘકૃપા, હવે એક વર્ષ સુધી નહીં સર્જાય પાણીની સમસ્યા - Heavy Rain in Junagadh

જૂનાગઢમાં પહેલા જ વરસાદમાં (Heavy rain in Junagadh) મોટા ભાગના જળાશયો પાણીથી છલોછલ (Reservoirs overflow in Junagadh and Gir) થઈ ગયા છે. અહીં કેટલાક જળાશયોમાં પાણીનો જથ્થો વધુ પ્રમાણમાં આવતા તેના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ સાથે જ જૂનાગઢ અને ગીરના લોકોને પીવાના પાણીની સમસ્યાનો અંત આવી (Solving water problems in Junagadh) ગયો છે.

પહેલાં જ વરસાદે કરી મેઘકૃપા, હવે એક વર્ષ સુધી નહીં સર્જાય પાણીની સમસ્યા
પહેલાં જ વરસાદે કરી મેઘકૃપા, હવે એક વર્ષ સુધી નહીં સર્જાય પાણીની સમસ્યા

By

Published : Jul 14, 2022, 2:29 PM IST

જૂનાગઢઃ ગીર પંથક અને જૂનાગઢમાં પ્રથમ વરસાદે જ અવિરત મેઘકૃપા (Heavy Rain in Junagadh) થતા ગીર અને જૂનાગઢમાં આવેલા મોટા ભાગના જળાશયો પાણીથી છલોછલ ભરાઈ ચૂક્યા છે. તો કેટલાક જળાશયોમાં પાણીનો જથ્થો વધુ પ્રમાણમાં આવતા તેના દરવાજા ખોલી કઢાયા છે. જ્યારે બીજા કેટલાક મોટા જળાશયો તેની ક્ષમતા સુધી ભરાઈ ગયા છે. કુદરતે પ્રથમ વરસાદે જ ગીર અને જૂનાગઢના તમામ જળાશયોને જળસંપત્તિથી સારી માત્રામાં ભરી આપ્યા છે.

પ્રથમ વરસાદે જ જળાશયો છલોછલ

પ્રથમ વરસાદે જ જળાશયો છલોછલ -છેલ્લા 15 દિવસથી જૂનાગઢ અને ગીર પંથકમાં સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આના કારણે અત્યાર સુધીમાં સમગ્ર ગીર અને જૂનાગઢ પંથકમાં સરેરાશ 20 ઈંચ કરતાં વધુ વરસાદ થઈ ચૂક્યો છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ અને ગીરમાં આવેલા મોટા ભાગના તમામ જળાશયો પાણીથી છલોછલ ભરાયેલા જોવા મળી રહ્યા છે. પ્રથમ વરસાદે આગામી નવા વર્ષની સિંચાઈ અને પીવાના પાણીની ચિંતાઓ જાણે કે હલ કરી નાખી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

પાણીની સમસ્યાનો આવ્યો અંત

પાણીની સમસ્યાનો આવ્યો અંત - મહત્વનું છે કે, જૂનાગઢ અને ગીર વિસ્તારમાં આવેલા મોટા ભાગના જળાશયો સિંચાઈ અને પીવાના પાણીના ઉપયોગ માટે બનાવવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં પ્રથમ વરસાદે મોટા ભાગના તમામ જળાશયોને વરસાદી પાણીથી છલોછલ ભરી દીધા છે, જે આગામી સમયમાં એક વર્ષ માટે ગીર અને જૂનાગઢ જિલ્લાના લોકોની પીવાના પાણીની સાથે સિંચાઈ માટેના પાણીની સમસ્યાનો અંત (Solving water problems in Junagadh) આણી દીધો છે.

મોટા ભાગના જળાશયો ઓવરફ્લૉ થઈ રહ્યા છે

આ પણ વાંચો-અમદાવાદના રસ્તાઓ પર આ શું થઈ રહ્યું છે ? સર્જાયો ગ્લેશિયર જેવો માહોલ

મોટા ભાગના જળાશયો ઓવરફ્લૉ થઈ રહ્યા છે -જૂનાગઢ નજીક આવેલો આણંદપુર વિયર ડેમ છેલ્લા એક અઠવાડિયાથી ઓવરફ્લૉ (Anandpur Weir Dam overflow) થઈને છલકી રહ્યો છે. બીજી તરફ શાપુર નજીક આવેલો ઓજત વિયર શાપુર 2 ડેમ (Ojat Weir Shapur 2 Dam Overflow) પણ આ જ પ્રકારે ઉપરવાસમાં પડેલા સતત વરસાદને કારણે છલકી રહ્યો છે. આ ઉપરાંત વંથલી નજીક આવેલો અને આ વિસ્તારના 300 કરતાં વધુ ગામોને પીવાનું પાણી પૂરું પાડતો ઓજત 2 ડેમ પણ (Ojat Weir Shapur 2 Dam Overflow) ગઈકાલે છલકી ગયો છે અને તેના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.

જળાશયના તમામ દરવાજા ખોલાયા - તો વિસાવદર નજીક આવેલા અંબાજળ જળાશયના પણ તમામ દરવાજા ખોલી નાખવામાં (Reservoirs overflow in Junagadh and Gir) આવ્યા છે. આ વિસ્તારમાં અંબાજળ જળાશયમાંથી પીવાનું અને સિંચાઈ માટેનું પાણી ઉનાળા દરમિયાન લોકોને પૂરું પાડવામાં આવે છે. બીજી તરફ મધ્ય ગિરિમાં આવેલો શિંગોડા ડેમ પર તેની કુલ ક્ષમતા સુધી ભરાઈ જવાની પૂરી શક્યતા છે. શિંગોડા ડેમ સિંચાઈ પીવાનું પાણી તેમ જ આ વિસ્તારમાં આવેલા જંગલમાં વન્ય પ્રાણીઓને ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઈ (Solving water problems in Junagadh) ખેંચ ન અનુભવાય તે માટે ખાસ બનાવાયો છે જે પણ આગામી દિવસોમાં છલકાતો જોવા મળશે.

આ પણ વાંચો-રાજ્યમાં ફરી એક વાર મેઘ મહેર, વિઝિબિલિટી ઘટી, અમદાવાદ-વડોદરામાં પણ ધોધમાર વરસાદ

પાણીનો પ્રવાહ સતત ચાલુ - આ ઉપરાંત તાલાળા નજીક આવેલ હિરણા 2 ડેમમાં પણ પાણીનો પ્રવાહ (Reservoirs overflow in Junagadh and Gir) સતત ચાલી રહ્યો છે. હિરણ ડેમ તાલાળા સહિત સોમનાથ વેરાવળ જેવા મહાનગરોને પણ ઉનાળા દરમિયાન પીવા અને સિંચાઈનું પાણી પૂરું પાડી (Solving water problems in Junagadh) રહ્યો છે. આ ડેમમાં પણ વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો સતત આવતો જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details