ગુજરાત

gujarat

ETV Bharat / city

ગીરના સિંહોને મુક્ત કરવાનો મામલો પહોંચ્યો દિલ્હી દરબારમાં, સિંહપ્રેમીઓએ પીએમ મોદીને પત્ર લખ્યો - ગીરના સિંહોને મુક્ત કરવાનો મામલો

થોડા દિવસો પૂર્વે ધારી ગીર પૂર્વની ઓફિસ પર સિંહપ્રેમીઓએ સિંહને પરત લાવવાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે હવે સમગ્ર મામલો વડાપ્રધાન કચેરી સુધી પહોંચ્યો છે. સિંહપ્રેમીઓએ પીએમ મોદીને પત્ર લખીને વનવિભાગ દ્વારા લઈ જવામાં આવેલા સિંહોને પરત મોકલવામાં આવે તેવી માગણી કરી છે.

ગીરના સિંહોને મુક્ત કરવાનો મામલો પહોંચ્યો દિલ્હી દરબારમાં, સિંહપ્રેમીઓએ પીએમ મોદીને પત્ર લખ્યો
ગીરના સિંહોને મુક્ત કરવાનો મામલો પહોંચ્યો દિલ્હી દરબારમાં, સિંહપ્રેમીઓએ પીએમ મોદીને પત્ર લખ્યો

By

Published : Sep 7, 2021, 9:37 PM IST

  • ગીરના સિંહોને રાજુલા વિસ્તારમાં ભરત લાવવાને લઈને મામલો પહોંચ્યો વડાપ્રધાન કાર્યાલય સુધી
  • સિંહપ્રેમીઓએ રાજુલા વિસ્તારના 5 સિંહોને મુક્ત કરવા પીએમ કચેરીના દરબારમાં લગાવી ગુહાર
  • સિંહોને બંધક બનાવીને લઈ જવાના આરોપસર કસૂરવાર અધિકારી અને કર્મચારી વિરૂધ્ધ આકરી કાર્યવાહીની પત્રમાં કરી માગ

જૂનાગઢઃ ગીર પૂર્વના રાજુલા નજીક થોડા દિવસ અગાઉ 5 જેટલા સિંહોને વન વિભાગે અન્યત્ર જગ્યા પર સ્થળાંતર કર્યા છે. જેને લઇને સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી શંકાસ્પદ કામગીરી કરનાર વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી થાય તેવી માગ કરતો પત્ર વડાપ્રધાન મોદીને મોકલી આપવામાં આવતા સિંહોને રાજુલા વિસ્તારમાં પરત લાવવાને લઈને મામલો રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે.

5 જેટલા સિંહો ને વનવિભાગે તાબડતોબ અન્યત્ર સ્થળાંતર કર્યા

ધારી ગીર પુર્વની શેત્રુંજી રેન્જના રાજુલા કોવાયા વિસ્તારમાંથી 5 જેટલા સિંહોને વનવિભાગે તાબડતોબ અન્યત્ર સ્થળાંતર કર્યા છે જેને આજે 15 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે. આવી પરિસ્થિતિમાં હવે સિંહોને મુક્ત કરવાને લઈને પીએમ મોદીના દરબારમાં સિંહ પ્રેમીઓએ ગુહાર લગાવી છે. સિંહપ્રેમીઓ માગ કરી રહ્યા છે કે રાત્રિના અંધારામાં પાંચ જેટલા સિંહોને રેસ્ક્યુ કરીને જે પ્રકારે વનવિભાગે પ્રાણીના અધિકારોનું હનન કરીને તેને મનસ્વી રીતે બંધક બનાવ્યા છે. તમામ 5 સિંહોને મુક્ત કરીને ફરીથી તેને રાજુલા અને કોવાયા વિસ્તારમાં છોડવામાં આવે તેવી માગ કરતો પત્ર પીએમઓ તરફ મોકલી સિંહપ્રેમીઓ ખૂબ જ આશાની નજરે જોઈ રહ્યાં છે.

વન્યજીવ કાર્યકર મયંક ભટ્ટે લખ્યો પત્ર
ગત તારીખ 26 ઓગસ્ટના દિવસે વન્યજીવ કાર્યકર મયંક ભટ્ટની આગેવાનીમાં સમગ્ર રાજ્યના સિંહપ્રેમીઓ ધારી વન વિભાગની કચેરીએ એકઠા થયા હતાં અને ઉપસ્થિત વન અધિકારીને આવેદનપત્ર આપીને સિંહોને તાકીદે મુક્ત કરવામાં આવે તેવી માગ કરી હતી. આ સમય દરમ્યાન સિંહોને ક્યાં રાખવામાં આવ્યા છે અને તેને ક્યા કારણોસર પકડવામાં આવ્યા છે તેનો જવાબ હજુ સુધી સિંહપ્રેમીઓને મળ્યો નથી આવી પરિસ્થિતિમાં હવે ગીર સાથે સંકળાયેલા સિંહ પ્રેમીઓનું સંગઠન વધુ આકરૂ બનતું જોવા મળી રહ્યું છે. આજે વન્યજીવ કાર્યકર મયંક ભટ્ટ દ્વારા તમામ 5 સિંહોને મુક્ત કરવાની માગ કરતો પત્ર પીએમઓને મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ વનવિભાગે રાજુલા નજીકથી પકડેલા 5 સિંહોને મુક્ત કરાવવાને લઈને સિંહ પ્રેમીઓએ આપ્યું આવેદનપત્ર

આ પણ વાંચોઃ બે દિવસ પૂર્વે રેસ્ક્યૂ કરાયેલા સિંહને મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે સિંહ પ્રેમીઓ

ABOUT THE AUTHOR

...view details