ગુજરાત

gujarat

ETV Bharat / city

Ravedi Junagadh Bhavnath: ભવનાથમાં યોજાઈ દિવ્ય રવેડી, જોવા મળી ભક્તોની ભારે ભીડ - સાધુ અને નાગા બાબાની રવેડી

જૂનાગઢની ભવનાથ તળેટીમાં 2 વર્ષ બાદ સંન્યાસીઓની રવેડી (Ravedi Junagadh Bhavnath) કાઢવામાં આવી હતી. આ રવેડી જોવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા હતા. નાગા બાવા સંન્યાસીઓ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે રવેડી કાઢવામાં આવતી હોય છે.

Ravedi Junagadh Bhavnath: ભવનાથમાં યોજાઈ દિવ્ય રવેડી, જોવા મળી ભક્તોની ભારે ભીડ
Ravedi Junagadh Bhavnath: ભવનાથમાં યોજાઈ દિવ્ય રવેડી, જોવા મળી ભક્તોની ભારે ભીડ

By

Published : Mar 3, 2022, 8:58 PM IST

જૂનાગઢ: શિવરાત્રીના મહાપર્વેને લઈને નાગા બાબા-સંન્યાસીઓ દ્વારા રવેડી (Ravedi Junagadh Bhavnath) કાઢવામાં આવે છે. નાગા સંન્યાસીઓની આ રવેડી જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ભવનાથ તળેટી (junagadh bhavnath taleti) આવે છે. નાગા સંન્યાસીઓ દ્વારા મહાશિવરાત્રીના પર્વને લઈને કાઢવામાં આવતી રવેડીમાં લોકો ઘણા જ ઉત્સાહિત જોવા મળે છે. નાગા સંન્યાસીઓ ભવનાથ મહાદેવ મંદિર (bhavnath mahadev temple)માં આવેલા મૃગીકુંડમાં સ્નાન કરીને પરત ફરતા હોય છે.

મહાશિવરાત્રી નિમિત્તે યોજાતી રવેડી

આ પણ વાંચો:Maha shivratri 2022: મહાશિવરાત્રિ મેળામાં નાગા સંન્યાસીઓની રવેડી જોવા માનવ મહેરામણ ઉમટ્યું

રવેડીનું શિવપુરાણ અને ધર્મગ્રંથોમાં ધાર્મિક મહત્વ

આ વર્ષે શિવરાત્રીના પર્વ પર ભવનાથની તળેટીમાં નાગા સંન્યાસીઓની (naga baba bhavnath junagadh) રવેડીમાં જીવ અને શિવના મિલન સરીખા દ્રશ્યો સર્જાતા સૌ કોઈ ધાર્મિક બની ગયા હતા. ઉલ્લેખનીય છે કે, નાગા સંન્યાસીઓ દ્વારા કાઢવામાં આવતી રવેડીનું શિવપુરાણ અને ધર્મગ્રંથોમાં ધાર્મિક મહત્વ છે. રવેડીમાં (Ravedi of Sadhu and Naga Baba) હરહર મહાદેવના નાદ ગીરી તળેટીને જીવંત બનાવતા હોય છે. ગત મંગળવારના શિવરાત્રી નિમિત્તે 2 વર્ષ બાદ નાગા સંન્યાસીઓની રવેડી કાઢવામાં આવી હતી.

આ પણ વાંચો:Mahashivratri Melo 2022: નાગા સંન્યાસીઓની રવેડીમાં જીવ અને શિવના મિલનનું દ્રશ્ય જોવા મળ્યું

સંન્યાસીઓના અંગકસરતના દાવ

આ રવેડીમાં નાગા સંન્યાસીઓના અંગકસરતના દાવોનું પણ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. શિવનાં રૂપમાં શામેલ નાગા સંન્યાસી શિવ ભક્તોને (Ravedi Mahashivaratri junagadh) દર્શન આપતા હોય છે. ત્યારે શિવ સૈનિકોના અંગ કસરતના દાવ જોઈને સૌ ભક્તો ભારે મંત્રમુગ્ધ બન્યા હતા.

ABOUT THE AUTHOR

...view details