- ગિરનાર સ્પોર્ટ્સ એકેડમી દ્વારા ફિટ ઈન્ડિયા સ્લોગન અંતર્ગત તૈયાર કરાઈ રંગોળી
- રંગોળીમાં વડાપ્રધાન મોદી સાથે ફિટ ઈન્ડિયા સ્લોગનને કેન્દ્ર સ્થાને રખાયા
- પસાર થતા દરેક વ્યક્તિ માટે રંગોળી આકર્ષણનું બની કેન્દ્ર
જૂનાગઢ: દિવાળીના તહેવારને લઈને ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા વડાપ્રધાન મોદીના ફીટ ઇન્ડિયા સંદેશને કેન્દ્ર સ્થાને રાખીને મનમોહક રંગોળી તૈયાર કરવામાં આવી છે. જેમાં ફિટ ઈન્ડિયાના સ્લોગન સાથે વડાપ્રધાન મોદીને પણ રંગોળીના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ રંગોળી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
ગિરનાર સ્પોર્ટ્સ એકેડમી દ્વારા ફિટ ઈન્ડિયા સ્લોગન અંતર્ગત તૈયાર કરાયેલી રંગોળી આકર્ષણનું બની કેન્દ્ર વડાપ્રધાન મોદીની રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે આ તહેવારના પાંચ દિવસો દરમિયાન દરેક ઘરમાં અને વ્યાપારિક સંકુલ સહિત પ્રત્યેક જગ્યા પર રંગોળી કરવાનું વિશેષ મહત્વ વર્ષોથી ચાલતું આવે છે. ત્યારે જૂનાગઢમાં ગિરનાર સ્પોર્ટ્સ એકેડમી ચલાવતા યુવાનોએ પણ મનમોહક રંગોળી તૈયાર કરી છે. આઝાદ ચોક વિસ્તારમાં ફીટ ઈન્ડિયા મિશન અંતર્ગત વડાપ્રધાન મોદીને સાંકળીને અદભુત રંગોળીનું સર્જન કર્યું છે. જેમાં ફીટ ઈન્ડિયા મિશનની સાથે વડાપ્રધાન મોદીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હોય તે પ્રકારે રંગોળીનું ચિત્રણ કરવામાં આવ્યું છે.
ગિરનાર સ્પોર્ટ્સ એકેડમી દર વર્ષે તૈયાર કરે છે અવનવી રંગોળીઓ
ગિરનાર સ્પોર્ટ્સ એકેડમી દ્વારા છેલ્લા દસ વર્ષથી આ પ્રકારની રંગોળી કરવાનું આયોજન આઝાદ ચોકમાં કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે પણ સિંહોના સતત મોત અને વસતિ ગણતરીને કેન્દ્રસ્થાને રાખીને સેવ ધ લાયન નામની રંગોળી પણ અહીંથી પસાર થતાં પ્રત્યેક વ્યક્તિને તેના તરફ ખેંચી લાવતી હતી. દર વર્ષે અવનવા થીમ અને રાષ્ટ્રને કોઈ સંદેશો મળે તે પ્રકારની દિવાળીની રંગોળીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લોકો પણ હવે ખૂબ જ આવકાર દાયક પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે.
ફીટ ઇન્ડિયા મિશન
સમગ્ર વિશ્વમાં ફીટ ઇન્ડિયા મિશનનું આગવું મહત્ત્વ છે. વર્ષ-૨૦૧૪ બાદ મોદીના પ્રયાસોથી વિશ્વ યોગ દિવસ બાદ સમગ્ર વિશ્વના લોકો ફિટનેસ પ્રત્યે વધુ સજાગ બન્યા છે, ત્યારે મોદીએ ફિટ ઇન્ડિયા મિશનની પણ શરૂઆત કરાવી છે. દૈનિક કામકાજમાં શરીરને પુરતો વ્યાયામ મળી રહે તે પ્રકારના કામો કરવા માટે આ મિશન અંતર્ગત વિનંતી પણ કરવામાં આવી છે. દિવાળીના તહેવારોમાં ફીટ ઇન્ડિયા મિશન અને વડાપ્રધાન મોદી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.