ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજુલાના MLA અમરીશ ડેરે AAPમાં જોડાવાની અફવાઓનું ખંડન કર્યું - AAP news

અમરેલી જિલ્લાના રાજુલાના કોંગ્રેસી ધારાસભ્ય (MLA)નો દિલ્હીના મુખ્યપ્રધાન (CM) અરવિંદ કેજરીવાલે ટેલિફોનિક સંપર્ક (Telephonic contact) કરીને આમ આદમી પાર્ટીમાં આમંત્રણ આપવાની વાતને લઈને પાછલા કેટલાક દિવસથી રાજકારણ ગરમાઈ રહ્યું છે, ત્યારે ધારાસભ્ય (MLA) અમરીશ ડેરે Etv Bharat સમક્ષ કરેલી વાતચીતમાં સમગ્ર મામલો ભાજપ દ્વારા ઉપજાવી કાઢવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ આ પ્રકારનો અપપ્રચાર શરૂ કરવાનો આક્ષેપ ભાજપ પર લગાવ્યો છે.

Amrish der Junagadh
Amrish der Junagadh

By

Published : Jun 15, 2021, 2:59 PM IST

Updated : Jun 15, 2021, 3:17 PM IST

  • અમરીશ ડેરને આમ આદમી પાર્ટીમાં આવવા આમંત્રણને લઈને રાજકારણ ગરમાયું
  • દિલ્હીના મુખ્યપ્રધાને (CM) અમરીશ ડેર સાથે કરી હતી ટેલિફોનિક (Telephonic) ચર્ચા
  • સમગ્ર મામલો ભાજપના ઇશારે અને દોરી સંચારથી ચાલતો હોવાનો અમરીશ ડેરનો આક્ષેપ

જૂનાગઢ : સોમવારે દિલ્હીના મુખ્યપ્રધાન (CM) ગુજરાતની એક દિવસની મુલાકાતે હતા. કેજરીવાલે અમદાવાદમાં આમ આદમી પાર્ટી નામ પ્રદેશ કાર્યાલયનો ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ રાત્રિના સમયે અચાનક મામલામાં ખૂબ મોટો રાજકીય વળિક આવતો જોવા મળ્યો હતો. માધ્યમોમાં ચાલી રહેલા અહેવાલોને ટાંકીને વાત કરીએ તો દિલ્હીના મુખ્યપ્રધાન (CM) અરવિંદ કેજરીવાલે રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય (MLA) અમરીશ ડેરને આમ આદમી પાર્ટીમાં આવવા માટે નિમંત્રણ આપ્યું હોય તે પ્રકારના અહેવાલો વહેતા થતાં રાજકારણ ખૂબ જ ગરમાતુ જોવા મળતુ હતુ.

રાજુલાના કોંગ્રેસી ધારાસભ્ય

આ પણ વાંચો : આજે સાંજે 5 કલાકે મળશે ભાજપ ધારાસભ્યોની બેઠક, ગુજરાત પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ પણ રહેશે હાજર

ટેલિફોનિક વાતચીત (Telephonic contact)માં એક પણ પ્રકારની રાજકીય ચર્ચાઓ થઈ ન હતી

12 કલાક કરતાં વધુ સમયથી ચાલી રહેલા રાજકીય સસ્પેન્સને લઈને Etv Bharat કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય (MLA) અમરીશ ડેર સાથે ટેલિફોનિક વાતચીત (Telephonic contact) કરી હતી. જેમાં ધારાસભ્ય (MLA) અમરીશ ડેરે જણાવ્યું હતું કે, જે અહેવાલ માધ્યમોમાં પ્રસારિત અને પ્રચારિત થઈ રહ્યા છે તે પાયાવિહોણા છે અને અરવિંદ કેજરીવાલ સાથે તેમની વાતચીત માત્ર તેમના આંદોલનને લઈને થઈ હતી. આ સિવાય ટેલિફોનિક વાતચીત (Telephonic contact)માં એક પણ પ્રકારની રાજકીય ચર્ચાઓ થઈ ન હતી.

આ પણ વાંચો : જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કૃષિ જણસોનો ભરાવો થતા તમામ હરાજી બંધ

સમગ્ર મામલાને લઈને અમરીશ ડેરે ભાજપ અને વિરોધ પક્ષ પર સાધ્યુ નિશાન

સમગ્ર મામલાને લઈને અમરીશ ડેર ભાજપ અને વિરોધ પક્ષ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઇને આ પ્રકારની હલકી રાજનીતિ ભાજપ અને વિરોધ પક્ષ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ સાથે થયેલી વાતચીત અંગે પણ અમરીશ ડેરએ ખુલાસો કર્યો હતો કે, દિલ્હીના મુખ્યપ્રધાન (CM) પર રાજુલાનું આંદોલન ધ્યાન પર આવતા તેમણે મારો વ્યક્તિગત સંપર્ક ટેલીફોનિક મારફતે કર્યો હતો. તેમ છતાં કેટલાક અપ પ્રચારને કારણે સમગ્ર મામલાને રાજકીય રંગ આપવાનો જે હિન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમનો અમરીશ ડેરે ખેદ વ્યક્ત કર્યો હતો.

મે કોંગ્રેસ સિવાય અન્ય પક્ષમાં જોડાવાનો વિચાર સુધ્ધા નથી કર્યો : અમરીશ ડેર

ભાજપ અને અન્ય વિરોધ પક્ષ પર આક્ષેપ કરતા અમરીશ ડેરે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને ધ્યાને લઈને આ પ્રકારના અહેવાલો માધ્યમોમાં પ્રસારીત અને પ્રચારીત કરવામાં આવી રહ્યા છે. તેઓ કોંગ્રેસના સૈનિક છે અને અન્ય કોઈપણ રાજકીય પક્ષમાં જોડાવાનો વિચાર સુધ્ધા તેમણે આજદિન સુધી કર્યો નથી. તેવો ખુલાસો Etv Bharat સમક્ષ કર્યો હતો.

Last Updated : Jun 15, 2021, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details