- વર્ષા વિજ્ઞાન આગાહીકારોએ આગામી ચોમાસાને લઈને વ્યક્ત કરી સંભાવનાઓ
- ઓનલાઇન યોજાયેલા પરિસંવાદમાં આવનારું વર્ષ મધ્યમ હોવાનું આગાહી કારોનું મંતવ્ય
- સમગ્ર રાજ્યમાંથી 70 કરતાં વધુ વર્ષા વિજ્ઞાન આગાહીકારો ( Rainfall Science Forecasters ) ઓનલાઇન પરિસંવાદમાં જોડાયા
જૂનાગઢ : વર્ષા વિજ્ઞાન આગાહીકારો ( Rainfall Science Forecasters ) દ્વારા આ વર્ષે ચોમાસા દરમિયાન મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ( Junagadh Agriculture University ) દ્વારા વરસાદ વિજ્ઞાન અને પ્રયોગશાળા સેમિનારનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી 70 કરતાં વધુ વર્ષા વિજ્ઞાન આગાહીકારો ( Rainfall Science Forecasters )એ ભાગ લઈને આગામી વર્ષ અને ખાસ કરીને ચોમાસુ અને ચોમાસા દરમિયાન પડતા વરસાદને લઈને શક્યતાઓ અને સંભાવનાઓ વ્યક્ત કરી હતી. મોટા ભાગના વર્ષા વિજ્ઞાન આગાહીકારોએ ( Rainfall Science Forecasters ) આવનારા વર્ષ વરસાદની દ્રષ્ટિએ માધ્યમ હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ( Junagadh Agriculture University ) દ્વારા ગત 25 વર્ષથી વર્ષા વિજ્ઞાન આગાહીકારોએ ( Rainfall Science Forecasters ) પરિસંવાદ યોજાતો આવ્યો છે, ત્યારે આ વર્ષે પ્રથમ વખત આ પરિસંવાદ ઓનલાઇન યોજવામાં આવ્યો હતો. જેમાં વર્ષા વિજ્ઞાન આગાહીકારોએ ( Rainfall Science Forecasters ) સામેલ થઈને આગામી વર્ષ અને ચોમાસાના વરસાદને લઈને આગાહીઓ અને સંભાવનાઓ વ્યક્ત કરી હતી.
જામનગરમાં સૌથી વધુ વરસાદ અને નવેમ્બર મહિનામાં વાવાઝોડાની શક્યતાઓ વ્યક્ત કરાઈ
વર્ષા વિજ્ઞાન આગાહીકારો ( Rainfall Science Forecasters ) દ્વારા સૌરાષ્ટ્રનાં જામનગર પંથકમાં ચોમાસા દરમિયાન સૌથી વધુ વરસાદ પડવાની સંભાવનાઓ અને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. નવેમ્બર માસ દરમિયાન વાવાઝોડાની શક્યતાને પણ વર્ષા વિજ્ઞાન આગાહીકારોએ ( Rainfall Science Forecasters ) વ્યક્ત કરી છે. જ્યોતિષ ભડલી વાક્યો અને ભૂગોળને ધ્યાને રાખીને પારંપરિક રીતે વર્ષા વિજ્ઞાન આગાહીકારો ( Rainfall Science Forecasters ) ચોમાસાની આગાહીઓ અને સંભાવનાઓ વ્યક્ત કરતા રહ્યા છે, જે આ વખતે પણ વ્યક્ત કરવામાં આવી છે. વર્ષા વિજ્ઞાન આગાહીકારો ( Rainfall Science Forecasters ) શિયાળા દરમિયાન કસ અને ચીતરી તેમજ ઉનાળા દરમિયાન ગરમી અને તાપમાન તેમજ બાર મહિના દરમિયાન આગામી પૂનમના દિવસે સમગ્ર વર્ષનો વરતારો નક્કી કરતા હોય છે અને જેનું અનુમાન જૂન મહિનામાં વર્ષા વિજ્ઞાન આગાહીકારો ( Rainfall Science Forecasters ) વ્યક્ત કરતા હોય છે.