જૂનાગઢ- ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કુદરતી સંકેતોને આધારે દેશી કસને આધારે ચોમાસાના વરસાદનો વરતારો (Rainfall Forecast)જોતા દેશી આગાહીકારો પરંપરા મુજબ આજે પણ ચોમાસાના વરસાદ અને વરસાદના સમયને લઈને આગાહી કરી રહ્યા છે. દેશી આગાહીકારો કુદરતમાં જોવા મળતા કસને આધારે આગામી ચોમાસાની ઋતુ (Monsoon 2022) અને વરસાદના દિવસોને લઈને પોતાનો વરતારો પૂર્વાનુમાનરૂપે રજુ કરતા હોય છે. ત્યારે જૂનાગઢના દેશી આગાહીકાર મોહનભાઈ દલસાણીયાએ પણ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઇને કસને આધારે તેમનો વરતારો વ્યક્ત કર્યો છે. જેમાં આગામી ચોમાસાની ઋતુ દરમિયાન ખંડ વૃષ્ટિવાળું ચોમાસુ જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદતો કેટલાક વિસ્તારોમાં અનિયમિત વરસાદ (Possibility of rain deficit ) પણ જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ દેશમાં આ રાજ્ય બન્યું વરસાદથી તરબતોર, ભારે પવન સાથે ધોધમાર વરસાદ
જૂન અને જુલાઈ માસમાં પ્રમાણસર વરસાદ ઓગસ્ટમાં જોવા મળશે વરસાદની ઘટ - મોહનભાઈ દલસાણીયાએ તેમની દેશી કસને આધારે (Rainfall Forecast)ચોમાસાની આગાહીના (Monsoon 2022)તારણો પરથી એવી શક્યતાઓ વ્યક્ત કરી કે આગામી ચોમાસા દરમ્યાન જૂન અને જુલાઈ માસમાં વરસાદના યોગ જોવા મળી રહ્યા છે. તો ઓગસ્ટ માસમાં વરસાદની ખેંચ જણાય તો પણ નવાઇ પામવા જેવું કશું નહીં હોય.