- જૂનાગઢમાં મોસમનો પહેલો વરસાદ ધોધમાર તૂટી પડતા લોકોને પડી પારાવાર મુશ્કેલી
- વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી જતા લોકોને પડી અનેક મુશ્કેલી
- મનપાની પ્રીમોન્સૂન કામગીરીનો ઉડ્યો છેદ લોકોના ઘરમાં ભરાયું વરસાદી પાણી
જૂનાગઢ: શહેર અને જિલ્લામાં આજે મેઘરાજા પ્રથમ વખત મહેરબાન થયા છે, એટલી હદે મહેરબાન થયા કે જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જુનાગઢ વાસીઓ માટે આ વર્ષે ચોમાસાની ઋતુનો આ પ્રથમ વરસાદ હતો ત્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતી કેટલીક રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચોમાસાના પ્રથમ વરસાદે જ પ્રકારની મુશ્કેલી ઉભી કરી છે તેને લઈને લોકોમાં પણ હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા પુર્વ વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવાની જગ્યા પર મનપા દ્વારા કોઈ કામ કરવામાં નહીં આવતા આજે 25 જુલાઈએ પ્રથમ વરસાદમાં જ વરસાદી પાણીનું ઘરમાં આગમન થતા લોકો ચિંતાતુર બન્યા હતા.
આ પણ વાંચો- Junagadh Rain Update: માંગરોળ, માળીયા અને માણાવદર પંથકમાં એકથી લઇને બે ઇંચ સુધીનો વરસાદ