ગુજરાત

gujarat

ETV Bharat / city

સોરઠમાં સતરંગી વરસાદ વચ્ચે શ્રાવણમાં અષાઢની મહેક - Rain in Junagadh

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ક્યારેક રીમઝીમ તો ક્યારેક Gujarat rain update ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે કેટલાક નદી નાળા છલકાયા હતા. તો બીજી તરફ શ્રાવણ મહિમા અષાઢનો Rain in Junagadh માહોલ જોવા મળી રહ્યો હતો.

સોરઠમાં સતરંગી વરસાદ વચ્ચે શ્રાવણમાં અષાઢની મહેક
સોરઠમાં સતરંગી વરસાદ વચ્ચે શ્રાવણમાં અષાઢની મહેક

By

Published : Aug 17, 2022, 4:38 PM IST

જૂનાગઢશહેર અને જિલ્લામાં પાછલા 48 કલાકથી સતત ધીમીધારે મેઘમહેર થઈ રહી છે. જુનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં (Gujarat rain update) સરેરાશ એકથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જેને કારણે ફરી એક વખત નદી નાળા છલકાયા છે. જેને કારણે ફરી એક વખત અષાઢી માહોલ સર્જાયો છે. સતત અને અવિરત પણે વરસી રહેલા ધીમીધારે વરસાદને કારણે ધરતી પુત્રોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે. તો બીજી તરફ વરસાદના કારણે વાહન ચાલકોને પણ (Rain in Junagadh) મહદંશે મુશ્કેલી વેઠવી પડી હતી.

જુનાગઢ શહેર અને જિલ્લામાં 48 કલાકથી અવિરત ધીમીધારે મેઘમહેર

આ પણ વાંચોઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા વાહનવ્યવહારમાં મોટી બ્રેક

વરસાદી માહોલજુનાગઢ શહેર અને જિલ્લામાં સતત અવિરત અને ધીમીધારે પાછલા 48 કલાકથી વરસાદ પડી રહ્યો છે. જેને કારણે શ્રાવણ મહિનામાં ફરી એક વખત અષાઢી માહોલનું સર્જન થયું છે. જુનાગઢ (Rainy weather in Gujarat) શહેર અને જિલ્લાના માણાવદર, વિસાવદર, કેશોદ, માંગરોળ, માળીયા સહિત તમામ તાલુકામાં ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી તરફ સતત પડી રહેલા વરસાદને કારણે માર્ગો પર વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. જેને કારણે કેટલાક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

સતરંગી વરસાદ

આ પણ વાંચોવરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વાહનચાલકોને આવ્યો ભોગવવાનો વારો

રંગભીની વરસાદી માહોલ જુનાગઢ શહેરમાં પાછલા 24 કલાક દરમિયાન ચાર ઇંચ જેટલો સૌથી વધારે વરસાદ પડ્યો છે. તો મેંદરડા, વંથલી અને વિસાવદરની સાથે માળિયામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. સાથે સાથે કેશોદ, ભેસાણ, માંગરોળ અને માણાવદરમાં પણ બે ઇંચ કરતાં વધુ (rain monsoon 2022) વરસાદ પડ્યો છે. જેને કારણે સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં શ્રાવણ મહિનામાં અષાઢી માહોલનું સર્જન થયું હોય તેવા વરસાદી દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

વરસાદની આગાહી

ABOUT THE AUTHOR

...view details