જૂનાગઢઃ સોમવારે બપોર બાદ જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે જૂનાગઢ શહેરની સાથે ગીરનાર તળેટીનું વાતાવરણ ખૂબ જ આહલાદક અને નયનરમ્ય બન્યુ હતું.
ગિરિ તળેટીમાં વરસાદે સર્જ્યા નયનરમ્ય દ્રશ્યો, ગીરનાર પર્વતે કરી વાદળો સાથે વાત - ગુજરાતમાં વરસાદ
જૂનાગઢ અને ગીરનાર પર્વત પર પડેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ નજીક ગીરનાર તળેટીમાં ઝરણાઓ પ્રવાહિત બન્યા હતા. વરસાદને કારણે પ્રવાહિત થયેલા ઝરણાઓ કુદરતનો અનન્ય નજારો જૂનાગઢવાસીઓને આપી રહ્યા હતા. ત્યારે વાદળો સાથે વાતો કરતો ગીરનાર પણ જોવા મળ્યો હતો.
![ગિરિ તળેટીમાં વરસાદે સર્જ્યા નયનરમ્ય દ્રશ્યો, ગીરનાર પર્વતે કરી વાદળો સાથે વાત junagadh news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8012134-thumbnail-3x2-jndd.jpg)
આજે સોમવારના દિવસે જે પ્રકારે ગીરનાર પર્વત પર વરસાદ પડી રહ્યો હતો અને ત્યાંથી વરસાદી પાણીનો પ્રવાહ ગિરિ તળેટી તરફ આવી રહ્યો હતો, જેના કારણે આહલાદક દ્રશ્યનું સર્જન થયું હતું. દરવર્ષે ચોમાસા દરમિયાન આ જ પ્રકારના દ્રશ્યો ગીરનાર અને ગિરિ તળેટીમાં સર્જાતા હોય છે. જે દ્રશ્યો જોવા એ પણ એક લાહ્વો છે.
ભારે વરસાદને પગલે ગિરિ તળેટી અને આસપાસના વિસ્તારોમાંથી ઝરણાઓ પ્રવાહિત થઈને વહી રહ્યા છે. જેના કારણે ગિરિ તળેટીના દ્રશ્યો સૌ કોઈને અહીં ખેંચી લાવે છે. થોડા દિવસ અગાઉ પણ જૂનાગઢમાં વરસાદ પડ્યો હતો ત્યારે પણ આવા જ દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ રાત્રિના સમયે વરસાદ પડ્યો હોવાને કારણે આ દ્રશ્યો જોવાની તક પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ આજે સોમવારે જે પ્રકારે ઝરણાઓ ખળખળ વહેતા થયા છે તેને જોવાની પણ એક અલગ મજા હોય છે.