જૂનાગઢ: કોરોના વાઇરસના વાઇરસના સંક્રમણમાં એક બાદ એક વિશ્વમાં દેશો ફસાતા જાય છે, ત્યારે સમગ્ર માનવ જાત પરેશાન થતી જોવા મળી રહી છે. ગીરની શાન અને જેના સ્વાદના ચાહકો આજે સમગ્ર વિશ્વમાં જોવા મળે છે, તેવી કેસર કેરીની નિકાસને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આગામી 20 દિવસમાં કેરીનો પહેલો પાક બજારમાં આવવાની શક્યતાઓ છે, પરંતુ કોરોનાની અસરને કારણે તેમાં પણ વિલંબ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહીં છે.
ગીરની શાન સમી ‘કેસર’ કેરીની નિકાસ પર લાગી શકે છે કોરોના વાઇરસનું ગ્રહણ... - જૂનાગઢના તાજા સમાચાર
કોરોનાના કહેરની વચ્ચે સમગ્ર વિશ્વમાં તેના સ્વાદ અને સોડમ માટે પ્રખ્યાત ગીરની કેસર કેરીના નિકાસ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. જે પ્રકારે સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને તકેદારી અને લોકડાઉન છે, તેને જોઈને લાગે છે કે આ વર્ષે ગીરની કેસર કેરી અન્ય દેશોમાં નિકાસ નહીં થઇ શકે. જેનો ફાયદો સ્થાનિક બજારોને થશે અને સામાન્ય લોકો સામાનય કિંમતે કેસર કેરીના સ્વાદને માણી શકશે.
ગીરની શાન સમી કેસર કેરીની નિકાસ પર લાગી શકે છે કોરોના વાઇરસનું ગ્રહણ
ગીરના જંગલ વિસ્તારમાં પાકતી કેસર કેરી તેના સ્વાદ અને સોડમ માટે આજે સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ છે, ત્યારે કોરોનાના કહેરની વચ્ચે આ વર્ષે કેસર કેરીની નિકાસ અન્ય દેશોમાં થવાની શક્યતાઓ નહિવત છે. નિકાસ નહીં થવાને કારણે કેસર કેરી સ્થાનિક બજારોમાં જોવા મળશે અને તે પણ દરેક વર્ગને પરવડે તેવા ભાવોમાં મળશે. જેને લઈને આ વર્ષે કોરોનાના કહેરની વચ્ચે કેસર કેરીની વિદેશની બજારોમાં નિકાસ ઘટશે, પરંતુ સ્થાનિક બજારોમાં કેરીનો દબદબો જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.