- કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાનો રાજુલાની સભામાં સ્વીકાર લોકોને પડી હતી ઓક્સિજન અને બેડ માટે મુશ્કેલીઓ
- જાહેર મંચ પરથી કેન્દ્રીય ડેરી વિકાસ પ્રધાન પરસોત્તમ રૂપાલાએ સૌ કોઈને પડેલી તકલીફ બદલ જાહેરમાં માંગી માફી
- રાજ્ય સરકારે કોરોના કાળ માં ઓક્સિજન અને હોસ્પિટલ માં બેડ ની અછત હોવાનો કર્યો હતો ઇનકાર
કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાનો સ્વિકાર કોરોના કાળમાં ઑક્સિજનની અછત અને હોસ્પિટલમાં પ્રવેશ થયો હતો ખૂબ જ મુશ્કેલ - કોરોના 2021
કેન્દ્રીય ડેરી વિકાસ અને પશુપાલન પ્રધાન પરસોત્તમ રૂપાલાએ અમરેલી જિલ્લાના રાજુલામાં સભા દરમિયાન કોરોના સંક્રમણ કાળમાં લોકોને ઑક્સિજન અને હોસ્પિટલમાં બેડ મેળવવા માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવી ગંભીર પરિસ્થિતિનો રૂપાલાએ જાહેર મંચ પર સ્વીકાર કરીને સૌ કોઈને પડેલી અગવડતા અંગે જાહેરમાં માફી માંગી હતી રાજ્ય સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે કોરોના સંક્રમણ કાળમાં ઑક્સિજનની અછત અને દર્દીઓને હોસ્પિટલમાં બેડ મેળવવા માટે કોઈ મુશ્કેલી પડી નથી આવા સમયે રૂપાલાનું નિવેદન રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે વિરોધાભાસ દર્શાવી જાય છે
અમરેલી: કેન્દ્રીય ડેરી વિકાસ પ્રધાન પરસોત્તમ રૂપાલા આજે રાજુલાની મુલાકાતે હતા તેમણે મંચ પરથી ગુરુના સંક્રમણ કાળમાં વ્યક્તિઓને ઑક્સિજનની કમી અને હોસ્પિટલમાં બેડ મેળવવા માટે જે અગવડતાઓનો સામનો કરવો પડ્યો હતો આવા વિપરીત સમયમાંથી જે પરિવારો પસાર થયા છે તેમની જાહેર મંચ પરથી માફી માંગીને સૌને ચોંકાવી દીધા હતા. રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાળમાં ઑક્સિજનની કમી અને હોસ્પિટલોમાં બેડ મેળવવા માટે કોઈ ખાસ મુશ્કેલીનો સામનો દર્દીઓને નથી કરવો પડ્યો આવો સ્વિકાર કર્યો હતો. આવી પરિસ્થિતિમાં કેન્દ્રીય પ્રધાને જાહેર મંચ પરથી પીડિત પરિવારોની માફી માંગતા રાજ્ય અને કેન્દ્ર સરકારના વિચાર અને નિર્ણય સામે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે