ગુજરાત

gujarat

ETV Bharat / city

મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઇએ કરી ભવનાથ મહાદેવની પૂજા - Prime Minister

આજે વડાપ્રધાન મોદીનો 71મો જન્મદિવસ છે. જેની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઇએ જૂનાગઢમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરમાં પૂજાવિધિ કરીને દેવાધિદેવ મહાદેવ નરેન્દ્ર મોદીને દિર્ઘ આયુષ્ય અર્પણ કરે તેવી પ્રાર્થના સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી.

રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઇએ કરી ભવનાથ મહાદેવની પૂજા
રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઇએ કરી ભવનાથ મહાદેવની પૂજા

By

Published : Sep 17, 2021, 8:36 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ જૂનાગઢમાં પણ ઉજવાયો
  • રાજ્યના નાણા પ્રધાન કનુભાઇ દેસાઇએ જૂનાગઢમાં આપી હાજરી
  • ભવનાથ મહાદેવ પર અભિષેક અને પૂજા કરીને મોદીના જન્મદિવસને કરાઇ ઉજવણી

જૂનાગઢ- વડાપ્રધાન મોદીનો આજે 71 મો જન્મદિવસ છે. જેની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આજે રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઇ જૂનાગઢ પહોંચ્યા હતા. આજે દિવસ દરમિયાન રસીકરણ, લોકોને સાધન સહાય વિતરણ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં નાણાપ્રધાન કનુભાઇ દેસાઇ ઉપસ્થિત રહીને વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરી, ત્યારે આજે ભવનાથ મહાદેવ મંદિરમાં પણ વિશેષ પૂજા અને અભિષેકનું આયોજન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસની ઉજવણી કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ જૂનાગઢમાં પણ ઉજવાયો

ભવનાથ મહાદેવ પર વિવિધ દ્રવ્યોના અભિષેક કરીને મોદીના જન્મ દિવસની કરાઇ ઉજવણી

વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે ભવનાથ મહાદેવ પર ગંગાજળ સહિત ચંદન અને અનેક દ્રવ્યોનો અભિષેક કરીને ભવનાથ મહાદેવ સમક્ષ વડાપ્રધાન મોદીના દીર્ઘ આયુષ્ય અને સ્વસ્થ જીવન માટેની પ્રાર્થના કરાઇ હતી. આજની મહાપુજામાં ભવનાથ મંદિર અને જૂના અખાડાના મહામંડલેશ્વર હરીગીરી મહારાજની સાથે રાજ્યના નાણા પ્રધાન કનુભાઇ દેસાઇ પણ જોડાયા હતા અને વડાપ્રધાન મોદીના જન્મદિવસની જૂનાગઢના ભવનાથમાં ધાર્મિક સાથે ઉજવણી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details