- રાજ્ય સરકારના આદેશ બાદ આજથી ધોરણ 1થી 5નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું
- જૂનાગઢ શહેર અને જિલ્લાની શાળાઓમાં આજે વાલીઓના સંમતિપત્રક ભરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ
- આગામી દિવસોમાં ફરી એક વખત પ્રાથમિક શાળાઓ બાળકોના કિલ્લોલ સાથે શરૂ થતી જોવા મળશે
જૂનાગઢઃ હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચનની ફિલ્મ ડોનનું એક ગીત છે 'જિસ કા મુઝે થા ઈન્તેઝાર વો ઘડી આ ગઈ'. બસ આ જ પંક્તિ આજથી રાજ્યભરમાં સાચી પડી છે. કારણ કે, રાજ્ય સરકારે આજ (સોમવાર)થી ધોરણ 1થી 5 વર્ગના બાળકોને ઓફલાઈન શિક્ષણ માટે પ્રાથમિક શાળાએ જવાની મંજૂરી (Primary Schools Reopen) આપી દીધી છે. ત્યારે આજે રાજ્યભરની શાળાઓ વિદ્યાર્થીઓને કિલકિલાટથી (chirping of childrens) ગૂંજી ઉઠી હતી. આવો જ એક નજારો જોવા મળ્યો હતો જૂનાગઢમાં. અહીં 1,100 કરતા પણ વધુ ખાનગી અને સરકારી શાળાઓ (Primary Schools Reopen) કાર્યરત છે. ત્યારે મોટા ભાગની તમામ સ્કૂલોમાં વાલીઓ બાળકોના સંમતિપત્રક ભરતા જોવા મળ્યા હતા. આખરે 20 મહિના પછી ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ શાળાઓ પરત ફરશે. ત્યારે આ અંગે બાળકો અને શાળાના સંચાલકો સહિત શિક્ષકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વાલીઓએ ભર્યા સંમતિપત્રક
રાજ્ય સરકારે (State Government) રવિવારે ધોરણ 1થી 5ના શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો આદેશ કર્યો હતો. તે મુજબ આજે (સોમવારે) જૂનાગઢ શહેરની અંદાજિત 1,100 કરતાં વધુ સરકારી અને ખાનગી શાળાઓ ફરી એક વખત કાર્યરત બની રહી છે. આજે (સોમવારે) વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા તેમના બાળકોને શાળામાં અભ્યાસ કરવા મોકલવાને લઈને સંમતિપત્રક ભરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો આગામી દિવસોમાં જૂનાગઢ શહેર અને જિલ્લાની મોટા ભાગની પ્રાથમિક શાળાઓમાં (Schools of Junagadh) ધોરણ 1થી 5નું શૈક્ષણિક કાર્ય ફરી એક વખત 2 વર્ષ પછી શરૂ થતું (Primary Schools Reopen) જોવા મળશે.