ગુજરાત

gujarat

ETV Bharat / city

શું ગુજરાતના આ શહેરનું નામ પણ બદલાશે ? વડાપ્રધાન મોદી સુધી પહોંચી વાત - વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા

ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વેરાવળનું બદવાવમાં આવે તેવા માંગ(Demand change name Veraval to Somnath) કરવામાં આવી છે, કારણ કે આજે પણ વેરાવળને સોમનાથ વેરાવળ નામથી ઓળખવામાં આવે છે. આ માંગ વેરાવળ પાટણ સંયુક્ત(Veraval Patan Joint Municipality) નગરપાલિકા પ્રમુખે વડાપ્રધાન મોદીને સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે.

વેરાવળનું નામ સોમનાથ કરવા વડાપ્રધાન મોદીને કોણે કરી સોશિયલ મીડિયામાં આ રજૂઆત
વેરાવળનું નામ સોમનાથ કરવા વડાપ્રધાન મોદીને કોણે કરી સોશિયલ મીડિયામાં આ રજૂઆત

By

Published : Jul 16, 2022, 11:01 PM IST

જૂનાગઢ: ગીર સોમનાથ જિલ્લાના(Gir Somnath District) વડા મથક વેરાવળનું નામ સોમનાથ કરવાને લઈને હવે ફરી એક વખત માંગ બુલંદ થઈ છે. વર્ષ 2021માં છઠ્ઠી એપ્રિલના દિવસે નગરપાલિકાના પ્રમુખ(President of Veraval Patan Joint Municipality) પિયુષ ફોફંડીએ તત્કાલીન પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર દ્વારા વેરાવળનું નામ સોમનાથ કરવાની માંગ કરી હતી. આ બાદ સમગ્ર મામલામાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નહીં થતા આજે પિયુષ ફોફંડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટરના માધ્યમથી વેરાવળનું નામ સોમનાથ કરવાની માંગ(Demand change name Veraval to Somnath) કરી છે.

આ પણ વાંચો:Veraval town and municipality: સોમનાથ નામકરણ કાર્યવાહી ઝડપી કરવા પાલીકા પરીષદ કેન્દ્ર અને રાજય સરકારને રજુઆત કરશે

ફરી એકવાર વેરાવળનું નામ સોમનાથ કરવાની ઊઠી માંગ - ગીર સોમનાથ જિલ્લાના વડા મથક (Headquarter of Gir Somnath district) વેરાવળનું નામ સોમનાથ (Veraval name Somnath) કરવાને લઈને એક વર્ષ બાદ ફરી માંગ ઉઠી છે. વર્ષ 2021 ની 6ઠ્ઠી માર્ચના દિવસે નગરપાલિકાના પ્રમુખે જેતે સમયના રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર દ્વારા વેરાવળનું નામ સોમનાથ કરવાને લઈને માંગ કરી હતી. જેને આજે એક વર્ષ કરતાં વધુનો સમય વીતી ગયો છે. સમગ્ર મામલામાં હજુ સુધી શહેરનું નામ વેરાવળમાંથી સોમનાથ કરવાને લઈને કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.

આજે પિયુષ ફોફંડી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટરના માધ્યમથી વેરાવળ નું નામ સોમનાથ કરવાની માંગ કરી છે

ઓરંગાબાદને તાકીનેટ્વીટરના માધ્યમથી કરી માંગ - નગરપાલિકાના પ્રમુખ પિયુષ ફોફંડીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેરાવળનું નામ સોમનાથ બદલવાને લઈને ટ્વિટર દ્વારા અપીલ કરી છે. તેમણે નરેન્દ્ર મોદીને ટ્વિટરના માધ્યમથી મહારાષ્ટ્રના ઓરંગાબાદનું નામ સંભાજીનગર અને ઓસમાના બાદનું નામ ધારાશિવ કરવામાં આવ્યું છે. તેને આધારે વેરાવળનું નામ સોમનાથ શા માટે ન થઈ શકે? તેને લઈને ટ્વીટરના માધ્યમથી વિનંતી કરી છે. તેમણે ટ્વિટરમાં વડાપ્રધાન મોદીને સંબોધીને વેરાવળ, પાટણ નગરપાલિકા દ્વારા છઠ્ઠી માર્ચ 2021ના દિવસે વેરાવળનું નામ સોમનાથ બદલવાને લઈને સાધારણ સભામાં બહુમતીથી ઠરાવ પસાર કરી રાજ્યની સરકારને મોકલી આપ્યો છે, પરંતુ તેના પર હજુ સુધી અમલ થયો નથી. તેના પર ટાંકીને અમલ થાય અને વેરાવળનું નામ સોમનાથ કરવામાં આવે તેવી માંગ કરી છે.

પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની જાહેરાત હતી કે -ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારે મધ્ય મહારાષ્ટ્રના ઔરંગાબાદનું નામ સંભાજીનગર રાખવાની જાહેરાત કરી હતી. એકનાથ શિંદે સરકારમાં આવ્યા બાદ એમણે જણાવ્યું કે, ઉસ્માનાબાદ "ધારાશિવ" બનશે અને ઔરંગાબાદ "છત્રપતિ સંભાજીનગર" બનશે. શિંદે-ફડણવી બન્ને સંમત થયા હતા કે, જ્યારે વિધાનસભા દરખાસ્તો પસાર કરાશે, ત્યારે કેન્દ્ર તેની સમીક્ષા કરશે અને તેને મંજૂરી આપશે.

આ પણ વાંચો:ઉદ્ધવ કેબિનેટનો નિર્ણય: ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનું નામ બદલ્યું, જાણો નવું નામ

ઔરંગાબાદમાં શિવસેનાના અધિકારીઓએ કરી પ્રશંસા -અગાઉના વહીવટીતંત્રને લઘુમતીમાં ઘટાડી દેવામાં આવી હતી. તે બાદ ઉથલાવી દેવામાં આવી હતી. તે જોતાં, શિંદે-ફડણવીસે કહ્યું કે, આવી નિર્ણયો "ગેરકાયદેસર" હતા પણ ઔરંગાબાદમાં શિવસેનાના અધિકારીઓએ આ નિર્ણયને બિરદાવ્યો અને કહ્યું કે નામ બદલવાનો તમામ શ્રેય એકલા દિવંગત બાળાસાહેબ ઠાકરેને મળે છે. આ નામ બદલવાની જોગવાઈને તાકીને નગરપાલિકાના પ્રમુખ પિયુષ ફોફંડીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેરાવળનું નામ સોમનાથ બદલવાને લઈને ટ્વિટર દ્વારા અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details