- ભવનાથ મંદિરમાં ભગવાન ગણપતિને ખાસ ભોગ ધરાવાયો
- કુલ 551 કિલોનો બુંદીનો મહાલાડુ ધરાવાયો
- ભક્તજનોને પ્રસાદરુપે વિતરણ કરવામાં આવ્યો મહાલાડુ
જૂનાગઢઃભવનાથ મંદિર દ્વારા 551 કિલો ગણપતિ બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો. આ લાડુને આજે બપોર બાદ ગણેશ ભકતોમાં વિસર્જનના ભાગરૂપે પ્રસાદીરુપે અર્પણ કરવામાં આવ્યો હતો.બે દિવસથી કારીગરો દ્વારા આ બુંદીના લાડુને બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે પૂર્ણ થતા તેને ગણપતિ પ્રતિમા સાથે ગણપતિ બુંદીના લાડુ તરીકે સ્થાપિત કરીને પૂજા કરવામાં આવી હતી. આ લાડુને આજે બપોર બાદ વિધિવત્ રીતે પૂજા કરીને ગણેશ ભકતોમાં પ્રસાદના રૂપે બુંદીના લાડુનું વિસર્જન કરવાનો નિર્ણય લેવાયો છે.
ભવનાથ મંદિર દ્વારા પ્રથમ વખત આ પ્રકારના ગણપતિ બુંદીના લાડુનું કરાયું આયોજન
ભવનાથ મંદિર દ્વારા પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ભરડાવાવ સ્થિત જૂના અખાડાની જગ્યામાં 551 કિલો બુંદીના લાડુનું નિર્માણ કરાયું હતું જે આજે વિસર્જન કરવામાં આવ્યું છે. ચણાનો લોટ, માવો, ખાંડ, શુદ્ધ દેશી ઘી, સૂકો મેવો મળીને અંદાજિત 551 કિલો લાડુનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું આજે વિધિવત રીતે સાંજના સમયે પૂજન કરીને પ્રસાદરુપે વિસર્જન કરવા માટે આ બુંદીના લાડુનું ગણેશ ભકતોમાં પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવ્યું છે.