જૂનાગઢ: આગામી 19 તારીખ અને રવિવારના દિવસે જૂનાગઢ જિલ્લા પંચાયતની 338 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્ય પદ માટેની ચૂંટણી (Junagadh Gram Panchayat Poll 2021) યોજાવા જઇ રહી છે, જેને લઇને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં આવેલા 787 મતદાન મથકો પૈકી કેટલાક સંવેદનશીલ (sensitive polling stations in junagadh) તો કેટલાક મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.
265 જેટલા મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા
આગામી 19 તારીખ અને રવિવારના દિવસે જૂનાગઢ જિલ્લાની 338 જેટલીગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી (junagadh district panchayat) માટેનું મતદાન હાથ ધરવામાં આવશે. ગ્રામ પંચાયતોમાં મતદાન (gram panchayat election 2021 gujarat) માટે ઊભા કરાયેલા 787 માંથી 265 જેટલા મતદાન મથકો સંવેદનશીલ અને 164 જેટલા મતદાન મથકો અતિ સંવેદનશીલ (sensitive polling stations in junagadh) જાહેર કરાયા છે. આજે સાંજના 5:00 વાગ્યે ચૂંટણીના પ્રચાર પડધમ શાંત થઈ ગયા છે. આગામી રવિવારના દિવસે મતદાન હાથ ધરવામાં આવશે, જેને લઇને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સરકારી કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તેના માટેની તૈયારી
આવતી કાલ સાંજ સુધીમાં મતદાનને લઈને મતપેટી અને મતપત્રકો જે તે ગ્રામ પંચાયતોમાં આવેલા મતદાન મથકો (gram panchayat election polling station junagadh) સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા કરી દેવામાં આવશે. તેને લઈને વહીવટીતંત્રે તમામ કામગીરી પૂર્ણ કરી છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે કર્મચારી અને અધિકારીઓની ટૂકડીઓ તૈનાત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં આવતી 338 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચના સભ્યોની મુદત પૂર્ણ થતા મતદાન હાથ ધરવામાં આવશે. તો કેટલીક ગ્રામ પંચાયતોમાં મધ્ય સત્ર ચૂંટણીને લઈને પણ મતદાન હાથ ધરવામાં આવશે.