ગુજરાત

gujarat

ETV Bharat / city

બ્રહ્મલીન મહંત ભારતી બાપુને સમાધિ આપવાની ધાર્મિક વિધિ શરૂ કરાઈ - ધાર્મિક વિધિ-વિધાન

ભારતી આશ્રમના બ્રહ્મલીન મહંત વિશ્વંભર ભારતી બાપુને સમાધિ આપવાની ધાર્મિક વિધિ ભવનાથના ભારતી આશ્રમમમાં શરૂ કરવામાં આવી છે. અહીં બાપુને ધાર્મિક વિધિ-વિધાન સાથે ભક્તો અને સાધકોની હાજરીમાં સમાધિ અર્પણ કરવામાં આવશે.

બ્રહ્મલીન મહંત ભારતી બાપુને સમાધિ આપવાની ધાર્મિક વિધિ શરૂ કરાઈ
બ્રહ્મલીન મહંત ભારતી બાપુને સમાધિ આપવાની ધાર્મિક વિધિ શરૂ કરાઈ

By

Published : Apr 11, 2021, 12:19 PM IST

  • ભારતી આશ્રમમાં સમાધી સ્થળે અંતિમ વિધિની તૈયારીઓ કરાઈ
  • બપોરે સાધુ-સંતો અને ભક્તોની હાજરીમાં આપવામાં આવશે સમાધિ
  • ભારતી બાપુનો નંશ્વરદેહ ભવનાથમાં આવેલા ભારતી આશ્રમમાં લાવવામાં આવશે

જૂનાગઢ:અમદાવાદના સરખેજ આશ્રમમાં બ્રહ્મલીન થયેલા ભારતી બાપુને સમાધિ આપવાની ધાર્મિક વિધિની તૈયારીઓ ભવનાથ આશ્રમમાં શરૂ કરી દેવામાં આવી છે. આજે રવિવારે વહેલી સવારે ભારતી બાપુએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે, તેમની સમાધિ ભવનાથમાં આવેલા ભારતી આશ્રમમાં આપવામાં આવશે. સમાધિની લઈને વિધિની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમાધિ સુધીની તમામ તૈયારીઓ ભારતી આશ્રમમાં શરૂ કરી દેવામાં આવી છે. ભારતી બાપુનો નંશ્વરદેહ ભવનાથમાં આવેલા ભારતી આશ્રમમાં આવી પહોંચશે ત્યારબાદ સમાધિની ધાર્મિક વિધિ કરવામાં આવશે.

બ્રહ્મલીન મહંત ભારતી બાપુને સમાધિ આપવાની ધાર્મિક વિધિ શરૂ કરાઈ

આ પણ વાંચો:ગુરુપૂર્ણિમાએ મહામંડલેશ્વર ભારતી બાપુએ ETVના માધ્યમથી આપ્યો આ ઉપદેશ, જુઓ વીડિયો

ભારતી બાપુ થયાં બ્રહ્મલીન બપોરે આપવામાં આવશે ધાર્મિક પૂજનવિધિ સાથે સમાધિ

ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના ગાદીપતિ મહામંડલેશ્વર ભારતી બાપુ આજે વહેલી સવારે સરખેજના ભારતી આશ્રમમાં બ્રહ્મલીન થયા છે. ભારતી બાપુ બ્રહ્મલીન થયાંના સમાચાર સાધુ સંતો અને તેમના સેવકોમાં વાયુવેગે પ્રસરી જતાં બાપુના સેવકો અને સંતોમાં પણ શોક જોવા મળી રહ્યો છે. બ્રહ્મલીન થયેલા ભારતી બાપુનો નશ્વર દેહ અમદાવાદના સરખેજ આશ્રમથી જૂનાગઢ ભવનાથ તળેટીમાં આવેલા ભારતી આશ્રમ ખાતે લાવવામાં આવી રહ્યો છે. જ્યાં ભારતી બાપુને ધાર્મિક વિધિ-વિધાન અને પૂજન સાથે સમાધિ આપવામાં આવશે. સમાધિ આપવાના સમયે મોટી સંખ્યામાં ભારતી બાપુના સેવકો ગિરનાર મંડળના સાધુ-સંતો અને દર્શનાર્થીઓની હાજરીમાં ભારતી બાપુને સમાધિ આપવામાં આવશે.

બ્રહ્મલીન મહંત ભારતી બાપુને સમાધિ આપવાની ધાર્મિક વિધિ શરૂ કરાઈ

બાપુના નશ્વર દેહને દર્શનાર્થે ભારતી આશ્રમમાં રાખવામાં આવશે

આજે બપોર બાદ ભારતી બાપુના નશ્વર દેહને ભારતી આશ્રમ ખાતે લાવવામાં આવશે. કોરોના સંક્રમણની તમામ તકેદારીઓ અને સાવચેતીઓ સાથે બાપુના દેશને સેવકો ભક્તો અને સાધુસંતોના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. એક કલાક જેટલા સમય માટે બાપુના નશ્વરદેહ દેહના દર્શન સૌ કોઈ કરી શકશે. ત્યારબાદ હિન્દુ ધાર્મિક વિધિ મુજબ બ્રહ્મલીન થયેલા ભારતી બાપુને ભારતી આશ્રમમાં જ સમાધિ આપવામાં આવશે.

બ્રહ્મલીન મહંત ભારતી બાપુને સમાધિ આપવાની ધાર્મિક વિધિ શરૂ કરાઈ

આ પણ વાંચો:મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા, જૂનાગઢમાં સમાધિ અપાશે

મહામંડલેશ્વર પૂજ્ય શ્રી ભારતી બાપુનો ETV Bharatને અંતિમ સંદેશો

મહામંડલેશ્વર પૂજ્ય શ્રી ભારતી બાપુએ તેમના 93માં વર્ષની જન્મ જયંતિ નિમિત્તે ETV Bharat પર તેમનો સંદેશ આપ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, આપણે સૌ ભેગા મળી સનાતન ધર્મના દિગ્વિજય માટે કાર્ય કરીએ અને કેટલું જીવવા કરતા કેવું જીવવું એને મહત્વ આપીએ. માટે જ્યાં સુધી શરીર રહે ત્યાં સુધી ભગવાનની પૂજા કરીએ અને ભજન તેમજ ભોજન કરાવીએ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીએ, નિર્વ્યસની જીવન જીવીએ અને ભગવાનને પાર્થના કરીએ કે, હવે કોરોનાની મહામારી સામે વિશ્વ ઝઝૂમી રહ્યું છે તો તેની વિદાય થાય અને દુનિયા શાંતિથી જીવે.

બ્રહ્મલીન મહંત ભારતી બાપુને સમાધિ આપવાની ધાર્મિક વિધિ શરૂ કરાઈ

સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારીથી મુક્ત થાય તેવા આપ્યા હતા આશીર્વાદ

ભારતી આશ્રમના ગાદીપતિ મહંત મહામંડલેશ્વર ભારતી બાપુએ દિવાળીની સમગ્ર વિશ્વને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને કોરોના જેવી વૈશ્વિક મહામારીમાંથી તમામ લોકોને મુક્તિ મળે તે માટેના આશીર્વચન પાઠવ્યા હતા. દરેક દેશવાસીઓની સાથે સમગ્ર વિશ્વને આવનારુ નવું વર્ષ આરોગ્ય સફળતા અને લાભદાયક નીવડે એવા આશીર્વાદ આપ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details