- કોરોના સંક્રમણને લઈને વડી અદાલતે રાજ્ય સરકારને આપી સલાહ
- સંભાવિત લોકડાઉન કે કરફ્યૂની સ્થિતિને ચિંતાજનક ગણાવતા શ્રમજીવીઓ
- લોકડાઉન કે કરફ્યૂને બિહામણું ગણાવતા જૂનાગઢના શ્રમજીવીઓ
જૂનાગઢ:સતત વધી રહેલું કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે સમગ્ર ગુજરાતમાં અજગરી ભરડો લઇ રહ્યું છે. 5 એપ્રિલે અત્યાર સુધીના સૌથી સર્વોચ્ચ કોરોના પોઝિટિવ કેસ આવતા રાજ્ય સરકાર ચિંતિત બની છે. રાજ્યની વડી અદાલત પણ હવે કોરોનાના કેસને લઈને એક્શનમાં જોવા મળી રહી છે. ગુજરાત હાઈકોર્ટે મંગળવારે રાજ્ય સરકારને એવી સલાહ આપી છે કે, સરકાર આંશિક લોકડાઉન કે કરફ્યૂ જેવી વ્યવસ્થાને લઈને વિચાર કરે તો પણ કોરોના સંક્રમણ પર કાબુ મેળવવામાં મદદ મળી શકે છે. હાઇકોર્ટની રાજ્ય સરકારને સલાહ લઈને ETV ભારતે જૂનાગઢના શ્રમજીવીઓ સાથે મુલાકાત કરી હતી અને સંભવિત લોકડાઉન કે કરફ્યૂને લઈને તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો:લોકડાઉનની અફવાના કારણે અનેક શ્રમિકો સુરત છોડી પોતાના વતન જવા રવાના થયા