- ગરવા ગિરનારની પરિક્રમાને લઈને પરિક્રમાર્થીઓએ જમાવ્યો ભવનાથમાં અડિંગો
- પરિક્રમા પથ પર જવા દેવામાં આવે તેવી માગ કરતા પરિક્રમાર્થીઓ
- પરિક્રમાર્થીઓને અને પોલીસ વચ્ચે થઈ રહી છે વાટાઘાટો
જૂનાગઢ: ગરવા ગિરનાર (Girnar) ની પાવનકારી લીલી પરિક્રમા (lili parikrama 2021) કારતક સુદ અગિયારસના મધ્યરાત્રિથી એટલે કે શનિવાર રાતથી શરૂ થવા જઈ રહી હતી પરંતુ કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માત્ર પ્રતિકાત્મક રૂપે ગિરનારની લીલી પરિક્રમા (lili parikrama 2021) 400 સાધુ- સંતોને મર્યાદામાં કરવાનો અંતિમ નિર્ણય કર્યો છે. ત્યારે રવિવારે વહેલી સવારે ભવનાથ તળેટી (Bhavnath Taleti) માં ગુજરાતમાંથી આવેલા 1500થી 2000 જેટલા પરિક્રમાર્થીઓ માર્ગ પર અડીંગો જમાવીને પરિક્રમા પથ પર જવા દેવાની જીદ કરીને માર્ગ પર (Police stop 1500 to 2000 pilgrims) બેસી ગયા છે.
આ પણ વાંચો: ગિરનારમાં લીલી પરિક્રમા યોજાવાની ન હોવા છતાં પરિક્રમાર્થીઓ પહોંચ્યા તળેટી, જાણો કારણ...