ગુજરાત

gujarat

ETV Bharat / city

મોબાઈલમાં કોઈ મેસેજ આવે તો ધ્યાન રાખજો, નહીં તો થઈ શકો છો પાયમાલ - વીજળીનું બિલ ઓનલાઇન

જો તમારા મોબાઈલમાં કોઈ બિલ ભરવાનું બાકી છે તેવો સંદેશો આવે તો સાવધાન થઈ જજો. બની શકે આ સંદેશો કોઈ ઓનલાઇન છેતરપિંડી કરતા ગેંગના ગિરોહમાંથી આવ્યો હોઈ શકે છે. ત્યારે આવી એક ઘટનામાં જૂનાગઢના તબીબ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની ચૂક્યા હતા. Junagadh online fraud case cyber crime, online fraud complaint, online fraud case with doctor, electricity bill online payment

મોબાઈલમાં કોઈ મેસેજ આવે તો ધ્યાન રાખજો, નહીં તો થઈ શકો છો પાયમાલ
મોબાઈલમાં કોઈ મેસેજ આવે તો ધ્યાન રાખજો, નહીં તો થઈ શકો છો પાયમાલ

By

Published : Aug 25, 2022, 10:14 AM IST

જૂનાગઢ વીજળીનું બિલ ઓનલાઇન ભરવાને લઈને ગઠીયાએ (Online fraud in Gujarat) જૂનાગઢના સિનિયર તબીબના ક્રેડિટ કાર્ડ માંથી એક લાખ રૂપિયાની ખરીદી કરી લીધી હતી. સમય રહેતા તબીબ કોઈ છેતરપીંડીનો ભોગ બન્યાની પોલીસ ફરિયાદ કરતા ખાતામાંથી થયેલી એક લાખ રૂપિયાની (Fraud with doctor in Junagadh) ખરીદી અટકાવી દેવામાં આવી છે. જોકે, પોલીસે આરોપીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તબીબ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ

તબીબ બન્યા ઓનલાઈન છેતરપિંડીનો ભોગજૂનાગઢના તબીબ સાથે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની ચૂક્યા હતા. પરંતુ તબીબ સમય સૂચકતાને કારણે તેઓ છેતરપિંડીમાં ગયેલા એક લાખ રૂપિયા પરત મેળવવામાં સફળ રહ્યા છે. તબિયતને કોઈ અજાણ્યા નંબર પરથી તેમનું વીજબિલ (online fraud investigation) બાકી છે અને તાકીદે ભરવામાં નહીં આવે તો તેનું વીજળીનું કનેક્શન કપાઈ જશે તેવો મેસેજ કરવામાં આવ્યો હતો. તબીબનું વીજળી બિલ ભરવાનું બાકી હોય તેમણે અજાણ્યા નંબર પર સંદેશાની આપ-લે કરી અને તબીબના મોબાઇલમાં મોકલવામાં આવેલી લિંક ડાઉનલોડ થતા તેના મોબાઈલમાં ક્વિક સપોર્ટ નામની ઓનલાઇન એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી. ત્યાંથી શરૂ થયો ઓનલાઇન છેતરપિંડીનો સમગ્ર કિસ્સો.

જૂનાગઢમાં સાયબર ક્રાઈમ

એપ્લિકેશન્સ મારફતે છેતરપિંડીતબીબના મોબાઈલમાં ક્વિક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ થતાની સાથે જ ફોનમાં રહેલી તમામ વિગતો ઠગ તોળકીના હાથમાં જતી રહી હતી. ફોનનો કમાન્ડ ઠગ ટોળકીએ મેળવીને તબીબના ક્રેડિટ કાર્ડમાંથી ઓનલાઈન એક લાખ રૂપિયાની ખરીદી paytm અને ગેટવે દ્વારા બે વ્યવહાર થકી કરવામાં આવી હતી. ઠગ ટોળકી ઓનલાઈન ખરીદી કર્યાનો મેસેજ તબીબને તેના મોબાઈલમાં મળતા તેઓ કોઈ છેતરપિંડીનો ભોગ બન્યા છે તેનો અહેસાસ થયો હતો. જેને લઈને તબીબ સાયબર ક્રાઈમ પોલીસ મથકે (electricity bill online payment) પહોંચી ગયા હતા. ઠગ ટોળકી દ્વારા વધુ રકમની ખરીદી થાય તે પહેલાં પોલીસે કામગીરી શરૂ કરીને તબીબના ખાતામાંથી વધુ રકમની ખરીદી થતી અટકાવી હતી.

આ પણ વાંચોછેતરપિડી કેસના આરોપીએ પોલીસને પણ છેતર્યા

તબીબને રકમ પરતસાયબર ક્રાઇમ સેલના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ (cheating app download) દ્વારા તબીબના ક્રેડિટ કાર્ડમાંથી જે ખરીદી કરવામાં આવી હતી. તેમાંથી ક્રોમા ગિફ્ટ કાર્ડ વાઉચર ખરીદાયેલું હતું. આ વિગતો મળતા પોલીસે ક્રોમા ગિફ્ટ કાર્ડનો સંપર્ક કરીને તબીબના ખાતામાંથી ઠગ ટોળકી દ્વારા એક લાખ રૂપિયાની ખરીદીને અટકાવીને તેનું પેમેન્ટ ફરીથી તબીબના ખાતામાં જમા કરાવ્યું હતું. પોલીસની સમય ભરી કામગીરી અને છેતરાયા બાદ તબીબની સમય સુચકતાને કારણે એક લાખ રૂપિયા જેવી રકમ ફરીથી પરત અપાવવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે. પોલીસ અજાણ્યા ઠગ ટોળકીના ગીરોહ સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોEdible Oil Scam in Patan : પાટણમાં ખાદ્યતેલ સાથે છેડછાડ કરતા એન્ટરપ્રાઇઝના CID એ પાડ્યા શટર

લોકોને સાવચેત રહેવા અપીલજૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાની સંયુક્ત રીતે કામગીરી કરતી સાયબર ક્રાઈમ સેલના અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડાએ લોકોને વધુ જાગૃત બનવા અપીલ કરી છે. કેટલાક ભોળા અને અજાણતા લોકો આવી ઠગ ટોળકીનો શિકાર બની રહ્યા હતા. પરંતુ હવે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા લોકો સુધી પણ ઓનલાઇન છેતરપિંડી કરતી ઠગ ટોળકીની જાળ પ્રસરી રહી છે, ત્યારે લોકોએ ખૂબ જ સાવચેત અને જાગૃત રહેવું જરૂરી છે. ઓનલાઇન થતી છેતરપિંડીના કેસમાં આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને ખૂબ મુશ્કેલી પડે છે. જેને લઈને આરોપીઓ કેટલીક વખત પોલીસ પકડથી દૂર રહે છે, ત્યારે લોકો સાવચેતી ભર્યા વ્યવહાર અને સલામતી ભર્યા ઇલેક્ટ્રોનિક ગેજેટનો ઉપયોગ કરે તેવી વિનંતી જિલ્લા પોલીસ અધિક્ષક અને સાઇબર ક્રાઇમ સેલે લોકોને કરી છે. Junagadh online fraud cyber crime, online fraud complaint, online fraud case with doctor

ABOUT THE AUTHOR

...view details