ગુજરાત

gujarat

ETV Bharat / city

દરિયા કિનારે શંકાસ્પદ વસ્તુ, પોલીસનો ધમધમાટ શરૂ - Narcotics on Mangrol Seaside

જુનાગઢ માંગરોળના દરીયા કીનારેથી સાત પડીકી (Narcotics on Mangrol Seaside) નશિલું પદાર્થ પકડાતા ચકચાર મચી હતી. માંગરોળના દરીયા કીનારા ઉપરથી ભેદિ પડીકીઓ (Sea narcotic substance) મળતાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

ફરી દરીયા કીનારેથી સાત પડીકી દ્રવ્ય પકડાતા પોલીસનો ધમધમાટ શરૂ
ફરી દરીયા કીનારેથી સાત પડીકી દ્રવ્ય પકડાતા પોલીસનો ધમધમાટ શરૂ

By

Published : Aug 3, 2022, 2:36 PM IST

જૂનાગઢ :રાજ્યમાં દિવસેને દિવસે નશીલા પદાર્થની હેરાફેરી (Narcotics in Junagadh) વઘી જાય છે. હજુ થોડા સમય પહેલા સાબરકાંઠાના હિંમતનગરમાં જિલ્લા પોલીસે ચાર લાખનું MD ડ્રગ્સ સાથે 9 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી, ત્યાં ફરી એકવાર રાજ્યમાં જુનાગઢ માંગરોળના દરીયા કીનારેથી સાત પડીકી નશિલું પદાર્થ પકડાયું છે. માંગરોળના દરીયા કીનારા ઉપરથી પડીકીઓ (Narcotics on Mangrol Seaside) પકડાતાં હાલ પોલીસ સતર્ક બની છે.

આ પણ વાંચો:ગુજરાતનું આ પોર્ટ બન્યું ડ્રગ્સ વેચાણ માટેનું નવું સરનામું

સાત પડીકી કબ્જે -માંગરોળમાં ગતમોડી રાતે દરીયા કીનારા ઉપરથી જુનાગઢ SOG અને માંગરોળ મરીન (Sea narcotic substance) પોલીસના સંયુકત ઓપરેશન ચાલી રહ્યું હતુું. જે માંગરોળના નવી બનતી જેટી પાસેથી સાત જેટલી પડીકી કબ્જે કરીને આ નશિલું પદાર્થ હોવાની શંકાના આધારે FS Cellમાં મોકલી અપાયું છે. આ પડીકીને લઈને હાલ પોલીસ સતર્ક બની છે. આ ઉપરાંત રાજ્યમાં કચ્છ, મોરબી, સુરત, વડોદરા જેવા અન્ય વિસ્તારમાંથી પણ સતત ડ્રગ્સ સાથે આરોપીઓ પકડતા હોવાના કેસો સતત સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો :ગુજરાત ATS-સુરત SOGના મોટા ઑપરેશનમાં છ શખ્સોની ધરપકડ, હત્યા અને ડ્રગ્સ કેસમાં છુપાતા ફરતા આ રીતે પકડાયા

દરીયાઇ સુરક્ષા સતર્ક -ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દરિયા વિસ્તાર વિશાળ (Drug trafficking) પ્રમાણમાં હોવાથી માફિયાઓ દરિયાઈમાર્ગ વઘુ પસંદ કરતા હોય છે. ત્યારે માંગરોળના દરીયા કીનારા ઉપરથી પડીકીઓ પકડાતાં હાલ પોલીસ સતર્ક બની છે અને આ પડીકીઓ દરીયામાંથી તણાઇને આવી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. પરંતુ, દરીયાની અંદર પણ ભેદિ હીલચાલ થતી હોવાની શક્યતાને લયને દરીયાઇ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details