સોમનાથઃ મહાદેવના દર્શન કરવા માટે આવતા ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. કેનેડા સ્થિત મહાદેવના ભક્ત મુકુંદ પુરોહિત દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરી અને સચિવ યોગેન્દ્ર દેસાઈની હાજરીમાં પોડ ડિઝીટલ ડોક્ટર મશીન (somnath ecg testing machine) સોમનાથ ટ્રસ્ટને અર્પણ કરાયું છે. જે ખૂબ જ ઓછા સમયમાં ઇસીજી સહિત 20 જેટલા તબીબી પરીક્ષણનો રિપોર્ટ ગણતરીની મિનિટોમાં આપતું હોય છે.
દર્શનની સાથે આરોગ્યને લઈ ડિજિટલ વ્યવસ્થાઃસોમનાથ મંદિરે દર્શન કરવા માટે આવતા શિવ ભક્તો માટે હવે આરોગ્યના ક્ષેત્રમાં પણ ડિજિટલ વ્યવસ્થાઓ શરૂ થવા જઈ રહી છે. સોમનાથ મહાદેવના ભક્ત મુકુંદ પુરોહિત દ્વારા સોમનાથ ટ્રસ્ટને પોડ ડિજિટલ ડોક્ટર મશીન અર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર સ્થિત મુખ્ય પ્રધાનની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણ લહેરી અને સચિવ યોગેન્દ્ર દેસાઈની ઉપસ્થિતિમાં શિવ ભક્ત મુકુંદ પુરોહિત દ્વારા અંદાજિત 10 લાખની કિંમતનું આ ડિજિટલ તબીબી પરીક્ષણ કરતુ મશીન સોમનાથ ટ્રસ્ટને અર્પણ કરાયું છે. જે આગામી દિવસોમાં મંદિર પરિસરમાં પ્રસ્થાપિત થશે જેનો લાભ સોમનાથ આવતા શિવ ભક્તો વિવિધ તબીબી પરીક્ષણ માટે કરી શકશે