ગુજરાત

gujarat

ETV Bharat / city

PM Modi In Umadham Patotsav : વડાપ્રધાન મોદી ઉમાધામ ગાંઠિલાના પાટોત્સવમાં હાજરી આપશે, નરેશ પટેલ પણ બનશે સહભાગી - Khodaldham President Naresh Patel

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢના ઉમાધામ ગાંઠિલાના પાટોત્સવમાં (PM Modi In Umadham Patotsav) 10 એપ્રિલે ઓનલાઈન હાજરી આપશે. ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ પણ (Khodaldham President Naresh Patel) આ કાર્યક્રમમાં સહભાગી બનવાના છે.

PM Modi In Umadham Patotsav : વડાપ્રધાન મોદી ઉમાધામ ગાંઠિલાના પાટોત્સવમાં હાજરી આપશે, નરેશ પટેલ પણ બનશે સહભાગી
PM Modi In Umadham Patotsav : વડાપ્રધાન મોદી ઉમાધામ ગાંઠિલાના પાટોત્સવમાં હાજરી આપશે, નરેશ પટેલ પણ બનશે સહભાગી

By

Published : Apr 7, 2022, 4:35 PM IST

Updated : Apr 7, 2022, 6:37 PM IST

જૂનાગઢ- આગામી 10મી એપ્રિલે રવિવારના રોજ રામનવમીના પાવન પર્વે જૂનાગઢ નજીક આવેલા ઉમાધામ ગાંઠિલા માતાજીનો પાટોત્સવ યોજાવા જઇ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi In Umadham Patotsav) વર્ચ્યુઅલ માધ્યમથી (Prime Minister Narendra Modi Virtual Presence)સમગ્ર પાટોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ કાર્યક્રમ સ્થળ પર હાજર રહીને ઉમાધામ ખાતે આયોજિત માતાજીના 14માં પાટોત્સવ નિમિત્તે હાજરી આપશે.

સર્વે સમાજના અગ્રણીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ પણ સહભાગી - આ પાટોત્સવ માટે સર્વે સમાજના અગ્રણીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ (Khodaldham President Naresh Patel) સવારે ઉમાધામ ગાંઠિલા ખાતે હાજર રહીને મા ઉમિયાના પાટોત્સવમાં સહભાગી બનશે.

આ પણ વાંચોઃ Naresh Patel's Decision : રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલે હજુ વધુ સમય માગ્યો

બે વર્ષ બાદ ઉજવણી- ઉમાધામ ગાંઠિલાનો 14મો પાટોત્સવ કાર્યક્રમ ભારે ધામધૂમપૂર્વક (junagadh umadham ganthila patotsav )બે વર્ષના સમય બાદ ઉજવવામાં આવી રહ્યો છે. ધાર્મિક પરંપરા મુજબ દર વર્ષે ઉમાધામ ગાંઠિલા ખાતે પાટોત્સવનું આયોજન થતું રહ્યું છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે બે વર્ષ સુધી આયોજન બંધ રખાયું હતું. ત્યારે ત્રીજા વર્ષે આયોજિત થનારા માતાજીના 14માં પાટોત્સવમાં ખૂબ જ ધાર્મિક આસ્થા અને ધામધૂમ સાથે ઉજવવામાં આવશે.

કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે ધામધૂમથી થશે પાટોત્સવ

આ પણ વાંચોઃ PM Modi Visit in Jamnagar : 19 એપ્રિલે પીએમ મોદી જામનગરમાં ઔષધીય દવાઓના રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરશે

પાટોત્સવ કાર્યક્રમ પૂર્ણ કરી મુખ્યપ્રધાન જશે માધવપુર -સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉમાધામ ગાંઠિલા પાટોત્સવમાં હાજરી આપ્યા બાદ માધવપુર ખાતે આયોજિત ધાર્મિક મેળાના કાર્યક્રમમાં પણ હાજરી આપવા માટે માધવપુર જવા રવાના થશે.

Last Updated : Apr 7, 2022, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details