ગુજરાત

gujarat

ETV Bharat / city

Sakkarbaug Zooમાં બળી ગયેલા વૃક્ષો પર વન્ય પ્રાણીના સ્કલ્પચરનું આયોજન - Junagadh, the oldest Zoo

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbaug Zoo)માં આગામી દિવસોમાં બળી ગયેલા વૃક્ષોના સદુપયોગ થકી પ્રાણી સંગ્રહાલયમાં જોવા નહિ મળતાં વિશ્વના કેટલાક પ્રાણીઓના સ્કલ્પચરનું આયોજન થઇ શકે છે. વર્તમાન સમયમાં પ્રાણી સંગ્રહાલયના પ્રવેશદ્વાર નજીક બળી ગયેલા વૃક્ષ પર જિરાફનું કલર પેઇન્ટ કરીને પ્રવાસીઓને આકર્ષિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ જ પ્રકારનું આયોજન ઝૂના વિવિધ વિસ્તારોમાં પણ કરવાનો અધિકારીઓ વિચારી રહ્યા છે. આગામી દિવસોમાં આવા સ્કલ્પચર થકી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને વધુ જીવંત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે.

બળી ગયેલા વૃક્ષો પર વન્ય પ્રાણીના સ્કલ્પચરનું આયોજન
બળી ગયેલા વૃક્ષો પર વન્ય પ્રાણીના સ્કલ્પચરનું આયોજન

By

Published : Jul 21, 2021, 2:37 PM IST

  • Sakkarbaug Zooમાં પ્રાણીઓના સ્કલ્પચર જોવા મળી શકે
  • બળી ગયેલા અને કપાઈ ચૂકેલા વૃક્ષના સ્થળો પર સ્કલ્પચર બનાવવાનું આયોજન
  • પ્રથમ તબક્કે પ્રવેશદ્વાર નજીક ઝાડના થડ પર જિરાફની સ્કલ્પચર તૈયાર કરાયું

જૂનાગઢ : સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbaug Zoo)માં વિવિધ વન્ય પ્રાણીઓ અને પશુઓના સ્કલ્પચર તૈયાર કરવાનું આયોજન સંગ્રહાલયના અધિકારીઓ દ્વારા થઈ શકે છે. આજે ETV Bharatએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ સાથે સમગ્ર આયોજનને લઇને વાતચીત કરી હતી.

પ્રાણીઓના સ્કલ્પચર પેઇન્ટિંગ મારફતે ઊભા કરવાનું આયોજન

જેમાં આગામી દિવસોમાં બળી ગયેલા કે કાપવામાં આવેલા વૃક્ષોના થડ પર સમગ્ર વિશ્વના અને ખાસ કરીને પ્રાણી સંગ્રહાલયમાં નહિ જોવા મળતા પશુ, પક્ષી અને પ્રાણીઓના સ્કલ્પચર પેઇન્ટિંગ મારફતે ઊભા કરવાનું આયોજન આગામી દિવસોમાં હાથ ધરવામાં આવી શકે છે. જે પ્રથમ તબક્કામાં આ પ્રકારના પાયલોટ પ્રોજેક્ટ તરીકે એક વૃક્ષ પર આ પ્રકારનું સ્કલ્પચર પરિપૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

બળી ગયેલા વૃક્ષો પર વન્ય પ્રાણીના સ્કલ્પચરનું આયોજન

એશિયાનું સૌથી જૂનું જૂનાગઢનું Sakkarbaug Zoo

આગામી દિવસોમાં એશિયાનું સૌથી જૂનું જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જીવંત પશુ, પ્રાણી કે પક્ષીઓની સાથે સમગ્ર વિશ્વમાં જોવા મળતા તમામ પ્રકારના વન્યજીવોના સ્કલ્પચરથી પણ સુશોભિત બની શકે છે. જેના માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbaug Zoo)ના અધિકારીઓ ખૂબ જ ગંભીરતાથી વિચારી રહ્યા છે.

આ પણ વાંચો : દેવડીયા આંબરડી અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આજથી પ્રવાસીઓ માટે ખૂલશે

નવા આયોજન માટે પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ ગંભીરતાથી વિચારી રહ્યા

વર્ષો જુના વૃક્ષો જે ઉંમર થવાને કારણે અથવા તો અન્ય કારણોસર પડી ગયા છે અથવા તો કેટલાક વૃક્ષોને કાપવાની ફરજ પડી છે. આવા તમામ વૃક્ષોના થડ પર હવે પ્રાણી સંગ્રહાલયમાં નહિ જોવા મળતાં સમગ્ર વિશ્વના પ્રાણી, પશુ કે પક્ષીને નિહાળવાની તક અહીં આવતા પ્રત્યેક પ્રવાસીને મળી શકે છે. આ પ્રકારના નવા આયોજનને લઇને પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ ખૂબ જ ગંભીરતાથી વિચારી રહ્યા છે અને આગામી દિવસોમાં આ પ્રકારના સ્કલ્પચર સમગ્ર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં લોકોને જોવા મળી શકે છે.

સંગ્રહાલયમાં ન હોય તેવા પ્રાણી તેમજ લુપ્ત થયેલા પશુ-પક્ષીઓના સ્કલ્પચર મુકાશે

સ્કલ્પચરના માધ્યમથી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વાતાવરણની પ્રતિકૂળતાને કારણે નહિ રાખી શકાય તેવા પ્રાણી, પશુ કે પક્ષી તેમજ લુપ્ત થઈ ગયેલા કેટલાક પશુ-પક્ષીઓ અને પ્રાણીઓના સ્કલ્પચર થકી પ્રવાસીઓને વન્યજીવ સૃષ્ટિ વિશે સંપૂર્ણ માહિતી અને જ્ઞાન મળી શકે તેવા હેતુ સાથે આ પ્રકારનું આયોજન થઈ શકે છે.

આ પણ વાંચો : જૂનાગઢઃ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ત્રણ સિંહબાળનો થયો જન્મ

પ્રવાસીઓ સમગ્ર વિશ્વની જીવ સૃષ્ટિ વિશે માહિતી પ્રાપ્ત કરશે

સ્કલ્પચર થકી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવતો પ્રત્યેક પ્રવાસી વર્તમાન સમયના વન્યજીવો વિશે સંપૂર્ણ માહિતી ધરાવતો થાય તેવા ઉમદા હેતુસર આ પ્રકારનું આયોજન થયુ છે. આગામી દિવસોમાં પ્રાણી સંગ્રહાલયમાં આવતા પ્રવાસીઓ સમગ્ર વિશ્વની જીવ સૃષ્ટિ વિશે માહિતી પ્રાપ્ત કરશે એવા દિવસો હવે દૂર જોવા મળતા નથી.

બળી ગયેલા વૃક્ષો પર વન્ય પ્રાણીના સ્કલ્પચરનું આયોજન

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details