ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં આયોજિત પોલિસ વિભાગની પરીક્ષામાં ઉમેદવારોનો નિરુત્સાહ - Junagadh Samachar

આજે સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગમાં ઇન્સ્પેકટરોની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ કેન્દ્રમાં મોટાભાગના ઉમેદવારોએ પરીક્ષા થી દુર રહીને પોતાનો નિરુત્સાહ દર્શાવ્યો હતો. જૂનાગઢ શહેરના 26 પરીક્ષા કેન્દ્રો પર 282 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

જૂનાગઢ
Junagadh

By

Published : Jan 7, 2021, 2:22 PM IST

  • જૂનાગઢમાં પોલીસ વિભાગમાં ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું થયું આયોજન
  • 26 કેન્દ્રો 282 બ્લોકમાં 2646 પરીક્ષાર્થીઓ આપી પરીક્ષા
  • 6765 પૈકીના ચાર 4119 ઉમેદવારો રહ્યા પરીક્ષામાં ગેરહાજર


જૂનાગઢ : શહેરમાં પોલીસ વિભાગમાં ઇન્સ્પેકટર તરીકેની પદ પર ભરતી માટેની પરીક્ષાનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ગેરહાજર રહ્યાં હતા.જૂનાગઢમાં પોલીસ વિભાગમાં ઇન્સ્પેક્ટરના પદ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ગેરહાજર રહ્યાં હતા. જૂનાગઢ સેન્ટરમાં 26 પરીક્ષા કેન્દ્ર અને 282 બ્લોક ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 2646 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિઓ કે અનિચ્છનીય બનાવો વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી.

આવેદન પત્ર રજુ કરનાર ઉમેદવારો પરીક્ષામાં રહ્યા ગેરહાજર

આવેદન પત્ર રજુ કરનાર ઉમેદવારો પરીક્ષામાં રહ્યા ગેરહાજર

જૂનાગઢ સેન્ટર પર 6765 જેટલા ઉમેદવારોએ પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારી રજૂ કરી હતી. આજે પરીક્ષાના દિવસે 2646 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં લેખિત પરીક્ષાઓ આપવા માટે હાજર રહ્યા હતા. જેની સામે 4119 જેટલા આવેદનપત્ર રજૂ કરેલા ઉમેદવારો આજે પરીક્ષાખંડમાં પરીક્ષા આપવા માટે હાજર રહ્યા ન હતા. આમ જે ઉમેદવારોએ પરીક્ષા માટે આવેદન પત્ર રજૂ કર્યું હતું તે પૈકીના મોટાભાગના ઉમેદવારોએ પરીક્ષા આપવાનું કોઈ કારણોસર મુનાસિબ નહિ માનતા મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ ગેરહાજર રહેવા પામ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details